Not Set/ આમ આદમી પાર્ટી ઉપવાસ પર: દિલ્હીમાં ચિંતાજનક જળ-સંકટ

દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં જે હાલત છે, એ સાફ સાફ ઈશારો કરી રહ્યા છે કે જો કોઈ નક્કર પગલા લેવામાં નહિ આવે તો આવતા દિવસોમાં દિલ્હીમાં પાણીનું સંકટ મોટી સમસ્યા બની જશે. દિલ્હીમાં પાણી અને વીજળી નું સંકટ બેકાબુ છે. દિલ્હીની કેજરીવાલ સરકારને હરિયાણા સરકારે પાણી બાબતે ચેતવણી આપી છે, જયારે કેજરીવાલ અને […]

Top Stories India
694233 kejriwal 4 આમ આદમી પાર્ટી ઉપવાસ પર: દિલ્હીમાં ચિંતાજનક જળ-સંકટ

દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં જે હાલત છે, એ સાફ સાફ ઈશારો કરી રહ્યા છે કે જો કોઈ નક્કર પગલા લેવામાં નહિ આવે તો આવતા દિવસોમાં દિલ્હીમાં પાણીનું સંકટ મોટી સમસ્યા બની જશે. દિલ્હીમાં પાણી અને વીજળી નું સંકટ બેકાબુ છે. દિલ્હીની કેજરીવાલ સરકારને હરિયાણા સરકારે પાણી બાબતે ચેતવણી આપી છે, જયારે કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાની માંગો લઈને સતત ત્રણ દિવસથી ઉપરાજ્યપાલના આવાસ પર ઉપવાસ પર બેઠા છે.

OB TO133 wcrisi G 20120628031810 આમ આદમી પાર્ટી ઉપવાસ પર: દિલ્હીમાં ચિંતાજનક જળ-સંકટ

હરિયાણા અને દિલ્હી સરકાર વચ્ચે પાણીને લઈને જંગ તેજ થઇ ગઈ છે, અને 30 જુન બાદ વધારે તેજ થવાના આસાર છે. 30 જુન સુધીમાં જળ વિવાદ બાબતે કેસ પાછો લેવામાં નથી આવતો, તો આપવામાં આવતું વધારાનું પાણી પણ બંધ કરી દેવામાં આવશે. જણાવી દે કે 16 મે ના રોજ પત્ર લખીને સીએમ કેજરીવાલે હરિયાણા સરકાર જવાબદાર ઠેરવ્યા છે.

delhi bb 20160223 આમ આદમી પાર્ટી ઉપવાસ પર: દિલ્હીમાં ચિંતાજનક જળ-સંકટ

 

પાણી પર હરિયાણા અને દિલ્હી સરકાર વચ્ચે ચાલી રહેલા  વિવાદનો કોઈ હલ નીકળ્યો નથી. દિલ્હીમાં પાણીનો પુરવઠો 36 એમજીડી ઓછો થઇ ગયો છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોચી શકતું નથી અને લોકોને પીવા લાયક પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

દિલ્હી ભૂજળ સ્તર સતત ઘટી રહ્યું છે. કેટલાક વિસ્તારો એવા છે જ્યાં હાલત ચિંતાજનક કહી શકાય છે. દિલ્હીના લગભગ 80 ટકા વિસ્તારોમાં ભૂજળ સ્તરમાં જબરદસ્ત ઘટાડો થઇ રહ્યો છે. દિલ્હીમાં જે વિસ્તારોમાં હાલત ચિંતાજનક છે એમાં સાઉથ વેસ્ટ, સાઉથ ઇસ્ટ, નવી દિલ્હી, નોર્થ ઇસ્ટ, નોર્થ વેસ્ટ, શાહદરા અને ઇસ્ટ દિલ્હી શામેલ છે.

635629680089435391AllwouldsharetheproblemofthewatercrisisinDelhi આમ આદમી પાર્ટી ઉપવાસ પર: દિલ્હીમાં ચિંતાજનક જળ-સંકટ

જળ નિગમે ગરમીમાં પાણીની વધતી માંગને ધ્યાનમાં રાખીને સમર એક્શન પ્લાનમાં પાણીની અછત 916 એમજીડી સુધી વધવાનો લક્ષ્ય રાખ્યો છે. પાણીની ઉપલબ્ધતા વધારવા માટે કોઈ ખાસ વિકલ્પ નથી.

દિલ્હીમાં દરરોજ લગભગ 1140 એમજીડી પાણીની જરૂર હોય છે. જો કે જળ નીગમ પીવાના પાણીની અછત બાબતે કઈ બોલવા તૈયાર નથી. પાઈપલાઈનમાં પાણીનું પ્રેશર ઓછુ થઇ જવાથી કેટલાક વિસ્તારોમાં પાણી પહોચી રહ્યું નથી. આવીજ હાલત રહી તો દિલ્હીમાં પાણીની સમસ્યા વધી શકે છે.

ઝડપથી ઘટી રહેલા ભૂજળ સ્તરના કારણે દિલ્હીમાં પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.