Not Set/ તાજમહેલનું હકદાર કોણ ? SC દ્વારા સુન્ની વક્ફ બોર્ડ પાસે પુરાવા માટે માંગવામાં આવ્યા શાહજહાંના દસ્તાવેજો

દિલ્લી, વિશ્વની સાત અજાયબીઓમાના એક આગ્રાના તાજમહેલ પર હક અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તાજમહેલ પર હક સરકારનો, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા કે પછી સુન્ની વક્ફ બોર્ડનો ? પરંતુ તાજમહેલને લઇ સામે આવે રહેલી અલગ અલગ હક્દારી બાદ જયારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં આવ્યો ત્યારે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું, “દેશમાં હવે કોણ માને […]

India
Original Tajmahal તાજમહેલનું હકદાર કોણ ? SC દ્વારા સુન્ની વક્ફ બોર્ડ પાસે પુરાવા માટે માંગવામાં આવ્યા શાહજહાંના દસ્તાવેજો

દિલ્લી,

વિશ્વની સાત અજાયબીઓમાના એક આગ્રાના તાજમહેલ પર હક અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તાજમહેલ પર હક સરકારનો, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા કે પછી સુન્ની વક્ફ બોર્ડનો ?

પરંતુ તાજમહેલને લઇ સામે આવે રહેલી અલગ અલગ હક્દારી બાદ જયારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં આવ્યો ત્યારે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું, “દેશમાં હવે કોણ માને છે કે તાજમહલ સુન્ની વક્ફ બોર્ડની મિલકત છે ?  આ પ્રકારના મામલાઓને કોર્ટમાં લાવીને અદાલતનો સમય બર્બાદ ન કરવો જોઈએ”.

સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિવેદન આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ની અરજી પર કરવામાં આવેલી સુનાવણી દરમિયાન આવ્યું છે. આ પીટીશનમાં ASIના ૨૦૦૫ના ઉત્તરપ્રદેશના સુન્ની વક્ફ બોર્ડના નિર્ણયને પડકાર્યો હતો જેમાં આ બોર્ડ દ્વારા તાજમહેલને વક્ફ બોર્ડની સંપત્તિ ઘોષિત કરવામાં આવી હતી.

કોર્ટ દ્વારા કરવામાં આવેલી સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું, “દેશમાં મુગલ શાસનનો અંત આવ્યા બાદ તાજમહેલ સહિત અન્ય ઐતિહાસિક ઈમારતોને અંગ્રેજોને હસ્તાંતરિત થઇ ગઈ હતી. જો કે આઝાદી પછી આ સ્મારકો સરકાર પાસે છે અને ભારતીય પુરાતત્વ ખાતું તેની દેખરેખ કરી રહ્યું છે”.

બોર્ડ દ્વારા સુન્નિયોના પક્ષમાં મુઘલ બાદશાહ શાહજહાંએ જ તાજમહેલનું વક્ફનામું તૈયાર કર્યું હતું. જો કે ત્યારબાદ સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તમે અમને શાહજહાં દ્વારા આપેલા દસ્તાવેજો બતાવો. બોર્ડના આગ્રહ પર કોર્ટ દ્વારા એક સપ્તાહનો સમય આપ્યો હતો.

મહત્વનું છે કે, સુન્ની વક્ફ બોર્ડે આદેશ જાહેર કરતા તાજમહેલને પોતાની માલિકીની પ્રોપર્ટી બતાવીને રજીસ્ટર કરવા માટે કહ્યું હતું. સુન્ની વક્ફ બોર્ડેના આ આદેશ બાદ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) દ્વારા આ મામલા અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી ત્યારે કોર્ટ દ્વારા બોર્ડના આ નિર્ણય પર સ્ટે લગાવ્યો હતો.