Not Set/ PM મોદી દ્વારા પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરવા માટે “કટક”ની જ કેમ કરાઈ પસંદગી, આ છે મુખ્ય કારણ

કટક, ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે રાજધાની દિલ્હીમાં સત્તા હાંસલ કર્યા બાદ શનિવાર, ૨૬ મેના રોજ ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે ભાજપ, અધ્યક્ષ અમિત શાહ તેમજ સરકારના કેબિનેટ મંત્રીઓ પોતાની સરકારની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોચાડી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓરિસ્સાના કટક પહોચ્યા અને પોતે પણ સરકારની યોજનાઓ અંગે લોકોને જણાવી રહ્યા છે. […]

India
pm narendra modi PM મોદી દ્વારા પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરવા માટે "કટક"ની જ કેમ કરાઈ પસંદગી, આ છે મુખ્ય કારણ

કટક,

ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે રાજધાની દિલ્હીમાં સત્તા હાંસલ કર્યા બાદ શનિવાર, ૨૬ મેના રોજ ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે ભાજપ, અધ્યક્ષ અમિત શાહ તેમજ સરકારના કેબિનેટ મંત્રીઓ પોતાની સરકારની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોચાડી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓરિસ્સાના કટક પહોચ્યા અને પોતે પણ સરકારની યોજનાઓ અંગે લોકોને જણાવી રહ્યા છે.

ચાર વર્ષ પૂર્ણ થયા બાબતે કટકમાં આયોજિત કરવામાં આવેલી એક જાહેરસભાને સંબોધતા તેઓએ સરકારનનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે, “અમારી સરકાર કન્ફયુઝનથી નહીં પણ કમિટમેન્ટથી ચાલે છે”.

ત્યારે સૌ કોઈના મનમાં એક સવાલ ઉભા થયા હશે કે, આ અવસર પર શા માટે પૂર્વ ભારતના રાજ્ય ઓરિસ્સાના કટક શહેરની શા માટે જ પસંદગી કરવામાં આવી.

પરંતુ આ જગ્યા પસંદ કરવા પાછળનું મુખ્ય કારણ છે આગામી વર્ષે યોજાનારી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી. કારણ કે ભારતીય જનતા પાર્ટી ૨૦૧૯ લોકસભાની ચૂંટણી પહેલા રાજધાની દિલ્હીનો કિલ્લો ફતેહ કરવા માટે પૂર્વીય ભારતના રાજ્ય ઓરિસ્સામાં પોતાનું સંગઠન મજબૂત બનાવવા માટે પ્રયાસો કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં ઓરિસ્સાની ૨૧ લોકસભા સીટમાંથી ૨૦ બેઠકો સ્થાનિક પાર્ટી બીજેડી પાસે છે જયારે એક સીટ ભાજપ પાસે છે. ત્યારે આ આંકડો વધારીને પોતાનું વર્ચસ્વ ઉભું કરી શકે છે.

બીજી બાજુ કર્ણાટક ચૂંટણી બાદ કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનના નેતા કુમારસ્વામીની શપથવિધિ સમારોહમાં વિપક્ષી પાર્ટીઓના ૧૩થી વધુ પાર્ટીઓના નેતાઓ એક મંચ પર હાજર રહ્યા હતા અને શક્તિ પ્રદર્શન કર્યું હતું. જો કે ત્યારબાદ સામે આવેલા સર્વેમાં પણ સામે આવ્યું હતું કે વર્તમાન મોદી સરકારને આગામી લોકસભા ચૂંટણીમાં ૫૮ સીટો પર નુકશાન થઇ રહ્યું છે.

ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, આ વિપક્ષી એકતાને પહોંચી વળવા માટે ભાજપ દ્વારા હવે દેશમાં જે રાજ્યોમાં પાર્ટીનું સંગઠન મજબૂત નથી ત્યાં પાર્ટીનું વર્ચસ્વ ઉભું કરવામાં આવે.