Not Set/ જેએનયુ યુનિવર્સીટીના પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ, વાંચો શું છે સમગ્ર મામલો

નવી દિલ્લી, જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી (જેએનયુ)માંથી ૧૦ માર્ચના રોજ એક વિદ્યાર્થીની ગાયબ થયા બાદ ત્રણ દિવસ બાદ બુધવારે લખનઉમાંથી મળી હતી. પરંતુ આ વિદ્યાર્થીના મળી જવાના સમાચાર સાથે કોલેજના એક પ્રોફેસર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ત્રણ દિવસથી ગાયબ વિદ્યાર્થીનીએ જેએનયુ કોલેજના પ્રોફેસર જૌહરી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે જેને લઈને પોલીસે એફઆઈઆર નોંધી છે. […]

India
999 જેએનયુ યુનિવર્સીટીના પ્રોફેસર પર જાતીય સતામણીનો આરોપ, વાંચો શું છે સમગ્ર મામલો

નવી દિલ્લી,

જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી (જેએનયુ)માંથી ૧૦ માર્ચના રોજ એક વિદ્યાર્થીની ગાયબ થયા બાદ ત્રણ દિવસ બાદ બુધવારે લખનઉમાંથી મળી હતી. પરંતુ આ વિદ્યાર્થીના મળી જવાના સમાચાર સાથે કોલેજના એક પ્રોફેસર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

ત્રણ દિવસથી ગાયબ વિદ્યાર્થીનીએ જેએનયુ કોલેજના પ્રોફેસર જૌહરી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે જેને લઈને પોલીસે એફઆઈઆર નોંધી છે.

જોવાની વાત એ છે કે, જયારે બુધવારે આ વિદ્યાર્થીની કોલેજ પરત આવી ત્યારે તેણે બધાને કહ્યું કે હું એક દમ બરાબર છું હું મારી મરજીથી મારા એક સગાવ્હાલાના ઘરે રોકવા ગઈ હતી.

વિદ્યાર્થીની સાથે વિશ્વવિદ્યાલયના પ્રોફેસર અતુલ જૌહરીએ પણ જાતીય સતામણીના આરોપને નકારી નાખ્યો હતો. પરતું વિદ્યાર્થીઓ દ્વારા દિવસભર આ આરોપ લાગવાનું ચાલુ રહ્યું હતું. કેમ્પસમાં બુધવારે ખુબ મોટો હંગામો થયો હતો. પહેલા વિદ્યાર્થીનીના ગાયબ થયા પાછળ તેના ગાઈડ પ્રોફેસર જૌહરીનો હાથ છે. એવું લાગી રહ્યું હતું પરંતુ વિદ્યાર્થીનીએ આ આરોપને નકારી દીધો હતો.

ત્યારબાદ સોશિયલ મીડિયામાં પ્રોફિસર વિરુદ્ધ ઘણા આરોપ લગાવવામાં આવ્યા હતા પણ મોડી રાત સુધી જીએસ કેશ કમિટી સુધી  કોઈ ફરિયાદ પહોચી નહતી. જયારે આજે આ મામલે પોલીસે એફઆઈઆર નોંધી લીધી છે.

ગુમ થયેલી  વિદ્યાર્થીનીની બહેને બુધવારે સવારે વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં જઈને કહ્યું હતું કે તે મળી ગઈ છે. આથી દિલ્લી પોલીસની એક ટીમ વિદ્યાર્થીનીને લેવા માટે લખનઉ જવા નીકળી ગઈ હતી.

ડીસીપી મિલિંદ દુમબડેએ જણાવ્યું કે, વિદ્યાર્થીની નું કહેવું છે કે તે જાતે જ લખનઉ ગઈ હતી. તે એક દમ સ્વસ્થ છે અને ચિંતા કરવા જેવી કોઈ બાબત નથી.

તમને જણાવી દઈએ, ૨૬ વર્ષીય વિદ્યાર્થીની જેએનયુમાં શિપ્રા હોસ્ટેલમાં રહે છે. તે જેએનયુમાં લાઈફ સાયન્સમાં પીએચડી કરી રહી છે. મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી ૧૦ માર્ચના રોજ ગાયબ થઇ હતી અને ત્રણ દિવસ બાદ લખનઉમાંથી મળી આવી હતી.

વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં  આઈપીસી કલમ ૩૫૪ અને ૫૦૯ હેઠળ ફરિયાદ નોંધી છે અને અપહરણના મામલે વધુ તપાસ શરુ કરી દીધી છે.