Not Set/ આજની આધુનિક યુગની મહિલાઓ ખરા અર્થમાં છે નવદુર્ગા

સમાજમાં એવા ઘણા દાખલા છે કે ગામની અભણ મહિલાઓએ દેશનું નામ રોશન કર્યું છે અને હજારો લોકોને રોજગાર આપ્યો છે. આ માત્ર જ્ઞાન દ્વારા જ શક્ય છે. માટે જ સ્ત્રી એ સાક્ષાત નવ દુર્ગાનું જ સ્વરૂપ છે.

Dharma & Bhakti Navratri 2022
નવદુર્ગા

નવરાત્રીના નવ દિવસ આપને માતાજીની અરાધના અને ઉપાસના કરીએ છીએ. પરંતુ શું ક્યારેય કોઈએ વિચાર્યું છે કે તેમને ઘરમાં પણ સાક્ષાત મા નવદુર્ગા હાજર છે. અને તેના સન્માન  કે આદર પ્રત્યે ભાગ્યેજ કોઈનું ધ્યાન ગયું હશે. માતાજી ની નવ દિવસ પૂજા કરીયે છીએ. પરંતુ શું દિલ થી ઘરમાં હાજરાહજૂર એવી નવદુર્ગા ને ક્યારેય સન્માન આપ્યું છે ?

શાસ્ત્રોમાં પણ નારી તું નારાયણી કહેવાયું છે. પરંતુ નશ્વર જગતમાં કયારેય નારી ને નારાયણી બનવા જ નથી દીધી. પુરુષ પ્રધાન સમજે હમેશા તેના સંચામાં ઢાળવાનો પ્રયાસ જ કર્યો છે. અને માટે જ સતી સીતાએ પણ અગ્નિ પરીક્ષા આપવી પડી હતી અને દ્રૌપદી એ પાંચ પતિ હોવા છતાંય સંકટ સમયે મિત્ર એવા ભગવાન કૃષ્ણનો સહારો લેવો પડ્યો હતો.

8A54863D 8E31 4A5D B6D6 04779468DFA5 આજની આધુનિક યુગની મહિલાઓ ખરા અર્થમાં છે નવદુર્ગા

પણ જો આજની નારીની વાત કરવામાં આવે તો તે નવરાત્રીમાં જે નવ દુર્ગાની આરાધના કરીએ છીએ તેના કરતા જરાપણ ઉણી ઉતરે તેમ નથી. ક્ષમા, પ્રેમ, ઉદારતા, શરમ, નમ્રતા, સમાનતા, શાંતિ, ધૈર્ય, બહાદુરી, સેવા, સત્ય, પરદુખ, ઉદાસી, નમ્રતા, સંવાદિતા, સદ્ગુણ અને સુંદરતા સ્ત્રીને આ બધા ગુણોથી આજની નારી ગરિમાપુર્ણ છે. વર્તમાન યુગમાં, મહિલાઓ દરેક મોરચે તેમની ક્ષમતાનું પ્રદર્શન કરીને સફળતાના શિખર પર ધ્વજ લહેરાવી રહી છે. ચાલો જાણીએ નવરાત્રીના આ ઉત્સવમાં આધુનિક મહિલાની નવ ખાસિયતો વિષે….

નવરાત્રિના પ્રથમ દિવસે કરો મા શૈલપુત્રીની પૂજા, જાણો મહત્ત્વ અને મંત્ર

શૈલપુત્રી: સ્ત્રીનું આ સ્વરૂપ ઘણું જ આકર્ષક હોય છે, જ્યારે તે એક નાની બાળકી તરીકે જન્મ લે છે, અને પોતાની કાલી-ઘેલી વાતોથી બધાનું મન મોહી લે છે. એક પુત્રીના રૂપ માં તે પોતાના પરિવારને ખુશ કરે છે. પિતાના ઘરે રહીને દીકરીઓ પિતાને ખુશીઓ જ આપે છે.
પાર્વતી અથવા મહેશ્વરી: દરેક સ્ત્રીની અંદર સતી, પાર્વતી, ઉમા, રુકમણી, સીતા અથવા સાવિત્રી વિધયમાન હોય જ છે. જે પોતાના પતિ માટે કંઇપણ કરવા તૈયાર હોય છે. મા પાર્વતી સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ આદર્શ ઉદાહરણ છે.

કુષ્માંડા : સ્ત્રીનો પ્રથમ ગુણ ભાવિ પેઢીને જન્મ આપવાનો છે. માતા કુષ્માંડાની જેમ, સ્ત્રી પણ જન્મદાત્રી છે. સ્ત્રીની સૌથી મોટી રચના તેના પુત્ર કે પુત્રી છે. તે કોઈ પણ કવિની કવિતા, ચિત્રકારની પેઇન્ટિંગ અથવા કોઈ શોધકની શોધ કરતાં અનેક ગણું મોટુ છે. સ્ત્રીઓ જન્મજાત રચનાત્મક્તા ધરાવે છે.

Navratri 2021: નવરાત્રિના પાંચમાં દિવસે કરો સ્કંદ માતાની પૂજા, જાણો આ  પૂજાનું છે વિશેષ મહત્વ | Spiritual News in Gujarati
સ્કંદમાતા : બાળકનું દરેક પરિસ્થિતીમાં પાલન પોષણ અને રક્ષણ કરવા માટે દરેક સ્ત્રી સ્કંદમાતા અથવા ગણેશની માતાની પાર્વતી જેમ દરેક પરિસ્થિતિમાં સજ્જ હોય છે. દરેક માતા યશોદા, પાર્વતી, દેવકી અને કૌશલ્યા જેવી હોય છે. ઉત્તમ સંસ્કારોના સિંચનથી તે કેટલીય ભાવિ પેઢીનું સિંચન કરે છે.

News & Views :: જાણો, માતા સરસ્વતીને શા માટે કહેવામાં આવે છે જ્ઞાનના દેવી
સરસ્વતી: માતા કોઈપણ બાળકની પ્રથમ શિક્ષક છે. જ્યાં માતાઓ તેમના બાળકોને ભણાવે છે, જ્યારે તે શાળામાં ભણાવતી વખતે, સાક્ષાત મા સરસ્વતી છે.

માતા અન્નપૂર્ણાના આશીર્વાદ મેળવવા આ કાર્ય કરો,ઘર માં સમૃદ્ધિ રહેશે -  Gujarati Times
અન્નપૂર્ણા: સ્ત્રીઓ, પછી ભલે તે ગૃહિણીઓ હોય અથવા નોકરી કરતી હોય, તેઓ ઘરે રસોઈ બનાવે છે અને પરિવાર ને જમાડે છે. ઘરનું રસોડું તેમનું છે. તે સાક્ષાત માતા અન્નપૂર્ણા જેવી છે.

લક્ષ્મી: માત્ર નોકરિયાત મહિલાઓ જ નહીં પણ ઘરેલું સ્ત્રીઓ પણ લક્ષ્મી છે. તેમના કર્મ અને ભાગ્યને કારણે ધન અને સમૃદ્ધિ ઘરમાં રહે છે. જરૂરિયાતના સમયે, મહિલાઓ પોતાના પરિવારના પાલન અને પોષણ માટે નોકરી પણ કરે છે. સ્ત્રીઓ કામ કરતી હોવા છતાં સારી ગૃહિણી હોય જ છે.

કેવી રીતે થઇ હતી માં દુર્ગા ની ઉત્પત્તિ? – અચૂક વાંચજો આ આર્ટીકલ | Gujju  Dhamal
દુર્ગા અથવા કાલી: મહિલાઓ પોતાના ઘરની સુરક્ષા માટે ખૂબ જ ચિંતિત હોય છે. જો ઘરે કોઈ પણ પ્રકારની કટોકટી હોય તો, સંકટની આ ઘડીમાં, મહિલાઓ જરૂર પડે તો દુર્ગા અથવા કાલી બનવામાં સહે જ પણ પછી પાની નથી કરતી. શકિતની દ્રષ્ટિએ મહિલાઓ પણ પાછળ નથી. પછી ભલે તે યુદ્ધનું ક્ષેત્ર હોય, ધંધાનું હોય કે રાજકારણનું કોઈપણ ક્ષેત્ર, તે બધે જ પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહી છે. એટલું જ નહીં ઘણી બધી અભણ મહિલાઓએ પણ દેશમાં પોતાના કાર્યથી પ્રસિધ્ધિ મેળવી જ છે. મહિલાઓએ જળ, થળ અને આકાશ દરેક ક્ષેત્રમાં પોતાની અદમ્ય સાહસ અને વીરતા ને વણી છે.

ગાયત્રી: સ્ત્રીનું એક સ્વરૂપ ગાયત્રી માતા સમાન છે. વૈદિક જ્ઞાનની દેવી ગાયત્રી, બધા લોકોને જ્ઞાનવાન બનાવે છે અને મુશ્કેલીઓને હરાવે છે. કોઈ સ્ત્રી શિક્ષિત ન હોવા છતાં, આપણે જોયું છે કે તેણી ફક્ત સાંભળી અને જોઈને જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. સમાજમાં એવા ઘણા દાખલા છે કે ગામની અભણ મહિલાઓએ દેશનું નામ રોશન કર્યું છે અને હજારો લોકોને રોજગાર આપ્યો છે. આ માત્ર જ્ઞાન દ્વારા જ શક્ય છે. માટે જ સ્ત્રી એ સાક્ષાત નવ દુર્ગાનું જ સ્વરૂપ છે.