Not Set/ આ 10 ગુજરાતી ગરબા સિંગર: નવરાત્રીના નવ દિવસમાં કરે છે લાખોની કમાણી!

અમદાવાદ  વિશ્વના સૌથી મોટા નૃત્ય ઉત્સવ એટલે નવરાત્રિનો તહેવાર આજથી શરૂ થયો છે. પ્રાચીન સમયમાં શેરી ગરબાનું સ્થાન આજના હાઈટેક યુગમાં પાર્ટી પ્લોટ અને ક્લબો સુધી પહોચ્યું છે, પણ આ તમામ બદલાવ વચ્ચે યુવાનો સહિતના લોકોનો ઉત્સાહ ઓછો થયો હોય તેવું ક્યાંય પણ અનુભવાયુ નથી. ઢોલ-નગારામાંથી નવરાત્રિનો ઉત્સવ આજે ડીજે સુધી પહોચ્યો છે, પણ પોતાના […]

Uncategorized
ggy આ 10 ગુજરાતી ગરબા સિંગર: નવરાત્રીના નવ દિવસમાં કરે છે લાખોની કમાણી!

અમદાવાદ 

વિશ્વના સૌથી મોટા નૃત્ય ઉત્સવ એટલે નવરાત્રિનો તહેવાર આજથી શરૂ થયો છે. પ્રાચીન સમયમાં શેરી ગરબાનું સ્થાન આજના હાઈટેક યુગમાં પાર્ટી પ્લોટ અને ક્લબો સુધી પહોચ્યું છે, પણ આ તમામ બદલાવ વચ્ચે યુવાનો સહિતના લોકોનો ઉત્સાહ ઓછો થયો હોય તેવું ક્યાંય પણ અનુભવાયુ નથી. ઢોલ-નગારામાંથી નવરાત્રિનો ઉત્સવ આજે ડીજે સુધી પહોચ્યો છે, પણ પોતાના મધુર, મસ્તીભર્યા કંઠથી ગરબા ગાયકો યુવાધનને ગ્રાઉન્ડ સુધી ખેંચી લાવે છે.

ગરબાના ગ્રાઉન્ડમાં રંગ જમાવતા આવા જ કેટલાક ગુજરાતી કલાકારો યુવાધનને આ વર્ષે પણ નવરાત્રિમાં ગરબે ઝુમતા કરી દેશે. પાર્ટી પ્લોટ, ક્લબો અને અન્ય જગ્યાએ પોતાના સૂરીલા અવાજથી રંગ જમાવતા ગાયકો નવ દિવસમાં લાખોની કમાણી કરે છે. એવી જ રીતે આ કલાકારોના જ્યાં લાઈવ સ્ટેજ પરફોર્મન્સ આપી રહ્યાં હોય તે સ્થળ પર ગરબે રમવાના પાસની કિંમત પણ ઉંચી હોય છે. કેટલાક કલાકારોએ નવરાત્રિના પોતાના કાર્યક્રમ અંગે સોશિયલ મિડીયા પર પોસ્ટર્સ શેર કર્યાં છે. જો કે ગરબા ગાયકો આ નવ દિવસ દરમ્યાન જુદા જુદા સ્થળોએ પરફોર્મ કરતા હોય છે.

ફાલ્ગુની પાઠક
દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક ગુજરાતી લોકસંગીત આધારિત ગીત-ગરબા ગાય છે. મુંબઈમાં આગવુ સ્થાન ધરાવતી આ ગાયિકા નવ દિવસના પરફોર્મન્સના એક કરોડથી માંડીને બે કરોડ સુધીની ફી લેતી હોવાનું માનવામાં આવે છે. મુંબઇની આ ગાયિકા ‘તા થૈયા’ બેન્ડના માધ્યમથી કાર્યક્રમો રજૂ કરે છે. ફાલ્ગુની પાઠક આ વર્ષે બોરિવલીના પુષ્પાંજલી ગાર્ડન ખાતે નવ દિવસ પરફોર્મ કરવાની હોવાનુ પોસ્ટર્સ સોશિયલ મિડીયા પર મુકવામાં આવ્યું છે. અહીંના સિઝનલ પાસની કિંમત 3900 હોવાનું જાણવા મળ્યું છે. 2013માં નવ દિસવના પરફોર્મન્સ માટે 2 કરોડ લેનારા ફાલ્ગુની પાઠકે 2014માં દોઢ કરોડ અને 2015માં આશરે 1.10 કરોડ લીધા હતા.

ભૂમિ ત્રિવેદી
ગુજરાતના વડોદરા શહેરની ભૂમિ ત્રિવેદી મુંબઈમાં નવી ગરબા ક્વિન તરીકે ઝડપથી ઉભરી રહી છે. જો કે ભૂમિ બોલિવૂડ સિંગર તરીકે પણ સારૂ નામ ધરાવે છે. ફિલ્મ ‘રામલીલા’ના ‘રામ ચાહે…’ ગીત ગાયા બાદ તેની લોકપ્રિયતા વધી છે. ભૂમિ ત્રિવેદી આ વર્ષે મુંબઈના જુહુના JVPD ગ્રાઉન્ડ ખાતે ગરબા રજૂ કરવાની હોવાનુ જાણવા મળ્યું છે. જો કે 2015ની નવરાત્રિમાં પણ ભૂમિએ અહીં પરફોર્મન્સ આપ્યું હતું. ભૂમિ નવ દિવસના 80 લાખથી 1 કરોડ ફી વસુલ કરતી હોવાની માહિતી મળી છે.

દેવાંગ પટેલ
‘જલસા કર’ ફેઇમ ગુજ્જુ ગાયક દેવાંગ પટેલ બખેડો, રામકથા , રમુજી ગરબાની અલગ શૈલીથી લોકોને મસ્તી -મજાક કરતા ગરબા રમાડે છે. ગુજરાતનાં આ ગરબા ગાયકની વિદેશમાં પણ ભારે ડિમાન્ડ છે. આ વર્ષે તેઓ શરૂઆતના બે દિવસ અમદાવાદના રાજપથ ક્લબ ખાતે પરફોર્મ કરવાના હોવાનું પોસ્ટર તેઓએ રજૂ કર્યું છે. જ્યારે જ્યારે 8 ઓક્ટોબરે પાલ્મ ક્લબ ખાતે અરવિંદ વેગડા સાથે પરફોર્મ કરવાના છે. જો કે વર્ષ 2015ની નવરાત્રિમાં તેઓએ ન્યુજર્સી અને શિકાગોમાં પરફોર્મન્સ આપ્યું હતું. નવરાત્રિમાં જુદા જુદા સ્થળે ખૈલેયાઓને ગરબે ઘૂમાવતા આ ગાયક એક નાઈટના બે લાખથી વધારેની ફી વસુલતા હોવાનું મનાય છે.

પાર્થિવ ગોહિલ
શાસ્ત્રીય, સુગમ, લોકગીત કે પછી ફિલ્મી ગીતો બધી જ શૈલીમાં ભાવનગરના આ યુવા કલાકાર ગાયકી રંગ જમાવે તેવી છે. આ વર્ષે આ ગાયકનો ત્રણ દિવસ 7-9 ઓક્ટોબર સુધીનો પ્રોગ્રામ મુંબઈનાં લાલા લજપતરાય માર્ગ પરના એસવીપી સ્ટેડીયમ ખાતે હોવાની માહિતી તેમણે શેર કરી છે. વર્ષ 2015માં પાર્થિવ ગોહિલ અને લાલિત્ય મુન્સાની જોડીએ સુરતના કિષ્ના નવરાત્રી ફેસ્ટિવસમાં પરફોર્મન્સ આપ્યું હતું. બંનેની ફી 45 લાખથી વધારે આંકવામાં આવી હતી.

સંજય અને પાર્થ ઓઝા
પિતા અને પુત્રની આ જોડીએ ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રે જમાવાટ કરી છે. ગુજરાતમાં ગરબાનો રંગ જમાવતા પિતા સંજયનો પુત્ર પાર્થ મોટા ભાગે વિદેશમાં ગરબાની ઝમાવટ કરતો જોવા મળે છે. ન્યૂજર્સી અને એડિશન સહિતના ગુજરાતીઓના વિસ્તારોમાં પાર્થની ધૂમ છે. આ વર્ષે સંજય ઓઝા અમદાવાદની જુદા જુદા નવરાત્રિ આયોજનમાં જમાવટ કરવાના હોવાનુ તારીખ સાથેનું પોસ્ટર્સ તેઓએ સોશિયલ સાઈટ પર મુક્યું છે. જ્યારે પાર્થ નવરાત્રિના શરૂઆતના દિવસોમાં ન્યુજર્સી ખાતે પરફોર્મન્સ આપવાનો છે. વિદેશમાં પાર્થના નવરાત્રિ પરફોર્મન્સમાં 200 ડોલરથી વધારેના સિઝન પાસ ખર્ચીને ગુજરાતીઓ ઉમટે છે.

પ્રીતિ-પિન્કી
મૂળ ગુજરાતી કુંટુંબમાંથી આવતી પ્રીતિ-પિન્કીએ ઇન્ડિયનપોપ ગાયિકા તરીકે આગવી ઓળખ ઉભી કરી છે. દેશ સહિત વિદેશમાં પણ આ બેલડી ગાયિકા રાસ-ગરબાના સૂર જમાવે છે. બોલિવૂડ સિંગર પ્રીતિ-પિન્કી આ વર્ષે મુંબઈ-બોરિવલી વેસ્ટ ખાતેના કચ્છી ગ્રાઉન્ડમાં આયોજન કરાયેલી નવરાત્રિમાં પરફોર્મન્સ આપી રહી છે. વર્ષ 2015માં આ બંન્નેએ બોરિવલી વેસ્ટમાં આવેલા પુષ્પાજંલી ગાર્ડન ખાતે પરફોર્મ કર્યું હતું. નવરાત્રિમાં નવ દિવસ લાઈવ પરફોર્મન્સ કરવા માટે પ્રીતિ-પિન્કી 60 લાખ જેટલી ફી વસુલે છે.

વત્સલા પાટીલ
‘મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે…’ ટ્રેડ માર્કથી ફેમસ બનેવા વડોદરાના આ ગાયિકાની ગરબામાં પણ આગવી નામના છે. કહેવામાં આવે છે કે, એક સમયે વડોદરામાં વિક્રમ પાટીલ અને વત્સલા પાટીલની ભાઈ-બહેનની જોડીનું એકચક્રી શાસન હતું. જો કે વિક્રમભાઈના નિધન પછી વત્સલા પાટીલે આલ્બમ ઓછા કર્યાં છે. જોકે ધાર્મિક કાર્યક્રમોમા હજુ વત્સલા પાટીલની બોલબાલા છે. તેઓ જમાષ્ટમી, શિવોત્સવ અને નવરાત્રિ જેવા ધાર્મિક કાર્યક્રમમાં પરફોર્મન્સ આપે છે. નવરાત્રીમાં પરફોર્મન્સ માટે તેઓ 18 લાખથી વધારે ફી લેતા હોવાનું માનવામાં આવે છે.

ઐશ્વર્યા મજમુદાર
મૂળ અમદાવાદી અને ‘છોટે ઉસ્તાદ’ તરીકે ખ્યાતિ પામેલી યુવા ગાયિકા ઐશ્વર્યા બે ગીતોનું ફ્યુઝન કરે છે. તે ગાયકીમાં નવા પ્રયોગ કરે છે. જુના-નવાનો સંગમ કરીને શ્રોતાનું દિલ જીતે છે. 2008માં અમુલ સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયાની વિજેતા ઐશ્વર્યાએ અનેક હિન્દી-ગુજરાતી ફિલ્મોના ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. અમદાવાદની આ યુવા ગાયિકા આ વર્ષે અંકલેશ્વરના ગાર્ડન સિટી ખાતે આયોજન કરાયેલ નવરાત્રિમાં પરફોર્મન્સ આપી રહી છે. જો કે વર્ષ 2015માં પણ ઐશ્વર્યાએ અહીં પરફોર્મ કર્યું હતું.

ઓસમાણ મીર
‘રામલીલા’ ફિલ્મથી જાણીતા બનેલા રાજકોટના આ લોકગાયક ઓસમાણ મીરે બોલિવુડમાં ગુજરાતી લોકસંગીતને વધુ લોકપ્રિય બનાવ્યું છે. ‘મન મોર બની થનગાટ કરે’ ગીત ફેમ આ લોકગાયક બોલિવૂડમાં પણ સારી પકડ ધરાવે છે તેઓએ ગયા વર્ષે એટલે કે 2015માં મુંબઈના જુહુમાં JVPD ગ્રાઉન્ડ ખાતે ભૂમિ ત્રિવેદી સાથે ખૈલેયાઓને ડોલાવ્યા હતા. નવરાત્રિમાં ઓસમાણ મીરની એક નાઈટની ફી બે લાખથી વધારે હોવાનુ મનાય છે.

ઈસ્માઈલ દરબાર
બોલિવૂડના પ્રસિદ્ધ મ્યુઝિક કમ્પોઝર ઈસ્માઈલ દરબાર એક સમયે ગરબા આયોજકોમાં હોટ ફેવરિટના લીસ્ટમાં આગળ હતા. જોકે હાલ નવા ગાયકો સામે મૂળ સુરતના આ ગાયકના વળતા પાણી છે. વર્ષ 2015માં સુરતના મણીબા પાર્ટીપ્લોટ ખાતેની નવરાત્રિમાં તેઓએ પરફોર્મન્સ આપ્યું હતું. બોલિવૂડમાં પોતાની પ્રતિષ્ઠાના કારણે સુરતમાં નવરાત્રિ પરફોર્મન્સના તેઓને 80 લાખ ફી મળી હોવાની વાત છે.

અરવિંદ વેગડા
ગાયક, મ્યુઝિશિયન અરવિંદ વેગડા ગરબામાં નાચ-ગાન અને તેમના ‘ભલા મોરી રામા’ ગીતને કારણે લોકપ્રિય બન્યા છે. તેઓ ‘બિગ બોસ’ દ્વારા વધુ પ્રસિદ્ધિ પામ્યા. આ વર્ષે અરવિંદ વેગડા અમદાવાદમાં જુદા જુદા નવરાત્રિ આયોજનમાં પોતાના ગીતોથી ખૈલેયાઓને ગરબે રમાડશે. 3 ઓક્ટોબરના રોજ રિવરફ્રન્ટ ખાતે જ્યારે 8 ઓક્ટોબરે પાલ્મ ક્લબ ખાતે નવરાત્રિમાં પરફોર્મ કરવાના હોવાની માહિતી તેઓએ સોશિયલ મિડીયા પર આપી છે. ગયા વર્ષે એટલે કે 2015માં તેઓ ‘બીગ બોસ’માં વ્યસ્ત હતા. જો કે મહંદઅંશે તેમની લોકપ્રિયતામાં ઘટાડો આવ્યો હોવાનું પુરવાર થાય છે.