Not Set/ નવરાત્રીનો પહેલો દિવસ: આ માતાજીની આરાધના કરશો તો મળશે સુખ,શાંતિ અને સમૃદ્ધિ

અમદાવાદ  નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા સ્વરુપની પૂજા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઈ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે. જેમાં બે નવરાત્રી […]

Navratri 2022
jay ma નવરાત્રીનો પહેલો દિવસ: આ માતાજીની આરાધના કરશો તો મળશે સુખ,શાંતિ અને સમૃદ્ધિ

અમદાવાદ 

નવરાત્રી શબ્દ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે નવ રાત. છે. આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા જુદા સ્વરુપની પૂજા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઈ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. વર્ષમાં નવરાત્રીનો તહેવાર કુલ ચાર વખત આવે છે. જેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એકમાત્ર શારદીય નવરાત્રી જ છે જેની ઉજવણી ખૂબ જ વ્યાપક સ્વરુપે કરવામાં આવે છે. તો ચાલો જાણીએ પહેલા એટલે કે આજના દિવસે ક્યા માતાજીની પૂજા અર્ચના કરવાથી કેવું ફળ મળે છે.

Image result for shailputri

પ્રથમ દિવસઃ શૈલપુત્રી

શૈલપુત્રીનો અર્થ થાય છે પર્વતની પુત્રી. માં શૈલપુત્રી એટલે હિમાલયની પુત્રી ખુદ પરામ્બા પાર્વતીનું સ્વરુપ છે આ. માં શૈલપુત્રી અખંડ સૌભાગ્યની દાતા છે. કોઇપણ પ્રકારની કાર્ય સિદ્ધિ માટે અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે માંના આ સ્વરુપની પૂજા અર્ચના કરવામાં આવે છે. આસો સુદ-૧ના રોજ આ સ્વરૃપની ઉપાસના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મુલાધારચક્રમાં સ્થિત કરે છે. જ્યાંથી યોગસાધનાનો આરંભ થાય છે.

શાસ્ત્રો અનુસાર નવરાત્રના પહેલાં દિવસે માં શરીર પર લેપ કરવા માટે ચંદન અને વાળ ધોવા માટે ત્રિફળા અર્પિત કરો. ત્રિફળામાં આંબળા, હરડે અને બહેડાને મિક્સ કરી શકાય છે. આમ કરવાથી મા પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે.

જીવનમાં શાંતિ રાખવા માટે પણ શૈલપુત્રીની પુજા કરવી જરૂરી છે.નીચે આપેલાં શ્લોકનું દિવસમાં પાંચ વાર પઠન કરવાથી પણ શૈલપુત્રી માતાની આરાધના કરી શકાય છે.આ શ્લોકના પઠનથી અટકેલાં કામ પણ શરૂ થઇ શકે છે.

वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।

वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥