નવસારી/ તાંત્રિકવિધિના બહાના હેઠળ મહિલા સાથે દુષ્કર્મ

૨૧ મી સદીનાં આધુનિક જમાનામાં પણ અંધશ્રદ્ધાએ માઝા મુકી છે. નવસારી જીલ્લામાં ધાર્મિક વિધિ કરવાના બહાને નવસારીનાં રામલામોરા ગામનાં લંપટ તાંત્રિકે  મહિલાને બોલાવી દુષ્કર્મ આચરવાની ઘટનામાં પોલીસે તાંત્રિકની ધરપકડ કરી છે.

Gujarat Others
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 1 તાંત્રિકવિધિના બહાના હેઠળ મહિલા સાથે દુષ્કર્મ

@ઋષ્યંત શર્મા, નવસારી 

૨૧ મી સદીનાં આધુનિક જમાનામાં પણ અંધશ્રદ્ધાએ માઝા મુકી છે. નવસારી જીલ્લામાં ધાર્મિક વિધિ કરવાના બહાને નવસારીનાં રામલામોરા ગામનાં લંપટ તાંત્રિકે  મહિલાને બોલાવી દુષ્કર્મ આચરવાની ઘટનામાં પોલીસે તાંત્રિકની ધરપકડ કરી છે.

Godhara / આઈટી વિભાગના દરોડામાં 120 કરોડ નું બિનહિસાબી નાણું ઝડપાયું…

તાંત્રિકો દ્વારા મહિલાઓ સાથે વિધિનાં બહાને દુષ્કર્મની ઘટનામાં બે ફરિયાદો નોધાઇ છે. જેમાં નવસારી જીલ્લામાં પહેલી ઘટનામાં ધાર્મિક વિધિનાં બહાને બે બળાઓને ગર્ભવતી બનાવી દીધી હતી. જેમાં મહારાષ્ટ્રનાં નંદરબારનો લંપટ તાંત્રિક જેલનાં સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. જયારે બીજી ઘટના રામલામોરા ગામે બની છે તાંત્રિક જયેશબાપુ દ્વારા મહિલામાં ભૂત ભરાય ગયુ અને ભૂતને બહાર કાઢવા માટે તથા પૂર્વ જન્મનાં પાપો દૂર કરવા માટે વિધિ કરવી પડશે, એવી લાલચ આપી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું જેમાં મહિલાએ હિંમતભેર ફરિયાદ કરતા પોલીસે તાંત્રિક જયેશબાપુની ધરપકડ કરી છે.

સંઘ પ્રદેશ દમણ / નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો  લહેરાયો…

૨૧મી સદીની આધુનિકતા અને અંધશ્રધ્ધાએ શિક્ષિત સમાજ માટે લાલબતી સમાન છે જેમા નવસારી જીલ્લામાં બે દુષ્કર્મની ઘટનાઓને પગલે બે બાળાઓ અને ઍક મહિલાએ તાંત્રિકનાં દુષ્કર્મનો ભોગ બનવું પડયું છે. દોરા-ધાગામાં માનતા શિક્ષિતો માટે જાગી જવા અને ચેતી જવી ઘટના ને પગલે નવસારી જીલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

કચ્છ / કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને લઈને ભુજ ફેરવાયું પોલીસ છાવણીમા…