Not Set/ નવાઝૂદ્દીન સિદ્દીકી ફરીથી તેની આ હિરોઇન સાથે જમાવશે જોડી

મુંબઇ, નવાઝૂદ્દીન સિદ્દીકીએ કોઈ કોચલામાં બંધાયા વિના અલગ અલગ ભૂમિકાઓ ભજવી છે તેની સાથે ની હિરોઇન પણ એવી જ હોય છે જે વૈવિધ્યસભર ભૂમિકા ભજવતી હોય છે નવાઝૂદ્દીન અને રાધિકા આપ્ટેએ માઇન્ટેન મેન માંઝીમાં સાથે કામ કર્યું હતું અને આ બંનેનું કામ દર્શકોને ગમ્યું હતું. હવે રાધિકા અને નવાઝૂદ્દીન  એક સાથે બીજી એક ફિલ્મમાં પણ […]

Uncategorized
bq 9 નવાઝૂદ્દીન સિદ્દીકી ફરીથી તેની આ હિરોઇન સાથે જમાવશે જોડી

મુંબઇ,

નવાઝૂદ્દીન સિદ્દીકીએ કોઈ કોચલામાં બંધાયા વિના અલગ અલગ ભૂમિકાઓ ભજવી છે તેની સાથે ની હિરોઇન પણ એવી જ હોય છે જે વૈવિધ્યસભર ભૂમિકા ભજવતી હોય છે નવાઝૂદ્દીન અને રાધિકા આપ્ટેએ માઇન્ટેન મેન માંઝીમાં સાથે કામ કર્યું હતું અને આ બંનેનું કામ દર્શકોને ગમ્યું હતું.

હવે રાધિકા અને નવાઝૂદ્દીન  એક સાથે બીજી એક ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે તે ફિલ્મનું નામ છે રાત અકેલી હૈ. આ ફિલ્મને હની ત્રેહાન ડિરેક્ટ કરી રહેયા છે.  ફિલ્મની પૃષ્ઠભૂમિ કાનપુર આધારિત છે. ફિલ્મમાં નવાઝ ઇન્વેસ્ટિગેટિવ ઓફિસરની ભૂમિકા ભજવે છે. તો  રાધિકા અમીર યુવતીનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મનું શૂટિંગ લખનઉ અને ગ્વાલિયરમાં થશે. 

આ ફિલ્મમાં મસાન ફેમ હિરોઇન શ્વેતા ત્રિપાઠી પણ કામ કરી રહી છે. અગાઉ શ્વેતા તથા નવાધે હરામખોર ફિલ્મમાં પણ સાથે કામ કરેલું છે.