Not Set/ છત્તીસગઢમાં નક્સલવાદીઓએ જવાનોની બસને વિસ્ફોટથી ઉડાવી, 3 જવાન શહીદ

છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલવાદીઓએ આઈટીબીપીના જવાનોથી ભરેલી બસને બ્લાસ્ટ કરી હોવાની ઘટના સમાઈ અવી છે. આ બ્લાસ્ટમાં 3 સૈનિકો શહીદ થયા હોઈવાનું હાલ જાણવા મળી રહ્યું છે

Top Stories India
Am 38 છત્તીસગઢમાં નક્સલવાદીઓએ જવાનોની બસને વિસ્ફોટથી ઉડાવી, 3 જવાન શહીદ

છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલવાદીઓએ આઈટીબીપીના જવાનોથી ભરેલી બસને બ્લાસ્ટ કરી હોવાની ઘટના સમાઈ અવી છે. આ બ્લાસ્ટમાં 3 સૈનિકો શહીદ થયા હોઈવાનું હાલ જાણવા મળી રહ્યું છે અને 8 ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ વિસ્ફોટ આઈઈડી દ્વારા કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નકસલવાદીઓએ કડેનર અને માંડોદા નજીક આઇટીબીપી બસને નિશાન બનાવી હતી. આઈટીબીપી જવાન તેમનું ઓપરેશન હાથ ધરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે નક્સલવાદીઓએ તેમને નિશાન બનાવ્યા.

છત્તીસગઢના ડીજીપી ડીએમ અવસ્થીએ જણાવ્યું હતું કે નારાયણપુર જિલ્લામાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા આઇઇડી બ્લાસ્ટમાં ડીઆરજી (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ) ના જવાન મૃત્યુ પામ્યા છે અને કેટલાકની હાલત ગંભીર છે. વિસ્ફોટ ખૂબ જ ભયાનક હતો અને તેમાં 3 સૈનિકો શહીદ થયા છે. તેમણે કહ્યું કે આ વિસ્ફોટમાં 5 સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને કુલ 10 ઘાયલ થયા છે. તેઓએ જણાવ્યું છે કે બસમાં કુલ 27 સૈનિકો હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તારને ઘેરવામાં આવ્યો છે અને ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.