Bollywood/ NCB એ ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાની પત્નીની કરી ધરપકડ

બોલીવુડ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાની પત્નીની રવિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઇમાં તેના ઘરે દરોડા દરમિયાન 10 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

Entertainment
a 81 NCB એ ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાની પત્નીની કરી ધરપકડ

બોલીવુડ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાની પત્નીની રવિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઇમાં તેના ઘરે દરોડા દરમિયાન 10 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એનસીબી મુંબઇના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ પીટીઆઈને જણાવ્યું હતું કે ફિરોઝ નડિયાદવાલાને આજે સવારે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પૂછપરછ માટે હાજર થયા ન હતા. તેમણે કહ્યું, ‘અમે ફિરોઝ નડિયાદવાલાની પત્નીને નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલુ છે.

આપને જણાવી દઈએ કે, ડ્રગ્સ કનેક્શનની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રવિવારે મુંબઈમાં મોટી કાર્યવાહી કરી હતી. એનસીબીએ બોલિવૂડના મોટા નિર્માતા અને દિગ્દર્શક ફિરોઝ નડિયાદવાલાના ઘરે દરોડા પાડ્યા હતા. મોડી રાત્રેની કાર્યવાહીમાં ડ્રગ્સ અને રોકડ રકમની રિકવરી બાદ શંકાસ્પદ લોકોની પૂછપરછ દરમિયાન ડિરેક્ટર-નિર્માતાનું નામ બહાર આવ્યું હતું, ત્યારબાદ એનસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે વધુ કોઈ માહિતી બહાર આવી નથી.

આ પણ વાંચો : 5 મહિનાથી નાકમાં બેટરી લઇને જીવી રહ્યો હતો આ બાળક, ડોકટરોએ આ રીતે બચાવ્યો જીવ

આપને જણાવી દઈએ કે, ડ્રગ્સ કનેક્શનની તપાસ કરી રહેલ NCBએ કેટલાક ડિરેક્ટર અને નિર્માતાઓના ઘરોમાંથી ડ્રગ્સ અને રોકડ રકમ પણ મળી હતી. લોખંડવાલા, મલાડ, અંધેરી અને નવી મુંબઈમાં હજુ દરોડા ચાલુ છે. આ બાજુ NCBની ટીમે ઇસ્માઇલ શેખ નામના ડ્રગ પેડલર સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે.

માહિતી મળી રહી છે કે NCB ટીમ દ્વારા ધરપકડ કરાયેલા ડ્રગ પેડલરે બોલીવુડના ઘણા જાણીતા લોકોને ડ્રગ સપ્લાય કરવાની કબૂલાત આપી છે. એનસીબીએ તેના નિવેદનના આધારે આ કાર્યવાહી કરી છે. માનવામાં આવે છે કે ટૂંક સમયમાં એનસીબીની ટીમ આ ડિરેક્ટર અને નિર્માતાઓને સમન્સ મોકલી શકે છે.

આ પણ વાંચો : બિડેન પર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા પ્રહાર, કહ્યું- ‘આ લોકો ચોર છે, આ ચોરીની…