Not Set/ ૫ વર્ષના ભાઈથી છુટકારો મેળવવા બહેને ગળું દબાવીને કરી દીધી હત્યા

લુધિયાણા અત્યાર સુધી તમે બહેન ભાઈના પ્રેમના કિસ્સા જોયા હશે પરંતુ ભાઈથી છુટકારો મેળવવા તેની હત્યા કરી દેવી તેવું ક્યારેય નહિ સાંભળ્યું હોય. લુધિયાણામાં હત્યાનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. લુધિયાણામાં ૫ વર્ષના બાળકીની હત્યા તેની જ સગી બહેને કર્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ભાઈની હત્યા કરવા બદલ ૧૯ વર્ષીય બહેનની ધરપકડ કરી […]

India
murder homicide ૫ વર્ષના ભાઈથી છુટકારો મેળવવા બહેને ગળું દબાવીને કરી દીધી હત્યા

લુધિયાણા

અત્યાર સુધી તમે બહેન ભાઈના પ્રેમના કિસ્સા જોયા હશે પરંતુ ભાઈથી છુટકારો મેળવવા તેની હત્યા કરી દેવી તેવું ક્યારેય નહિ સાંભળ્યું હોય.

લુધિયાણામાં હત્યાનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. લુધિયાણામાં ૫ વર્ષના બાળકીની હત્યા તેની જ સગી બહેને કર્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ભાઈની હત્યા કરવા બદલ ૧૯ વર્ષીય બહેનની ધરપકડ કરી છે. ૧૯ વર્ષીય છોકરીએ પોતાના ભાઈની હત્યા કરીને એક થેલામાં ભરીને ઘરની ભાર ફેંકી દીધો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ૫ વર્ષના ભાઈથી છુટકારો મેળવવા માટે છોકરીએ આવી પગલું ભર્યું હતું. ૧૯ વર્ષીય બહેનને પોતાનો નાનો ભાઈ તેની જોડે બધે જ જતો હતો જે તેને નહતું ગમતું આથી તેણે ગળું દબાવીને ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 

પોલીસની પુછપરછમાં આરોપી બહેને જણાવ્યું હતું કે માતા-પિતાની ગેરહાજરીમાં તેણે પોતાના ભાઈનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ તેને કપડા ઉતારીને એક થેલામાં ડેડ બોડીને સંતાડી દીધી હતી. રવિવારે જયારે સવારે તે ઉઠી ત્યારે તેને આ થેલાને ઘરની ભાર ફેંકી દીધો હતો જેથી લોકોને એવું લાગે કે તેના ભાઈનું કોઈએ અપહરણ કરીને હત્યા કરી દીધી છે. જયારે તેના માતા-પિતા ઘરે આવ્યા ત્યારે તેણે ભાઈ  ઘરમાં નથી તેવું બહાનું આપ્યું હતું.

આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે આરોપી બહેન તેના ભાઈથી કંટાળી ગઈ હતી અને તેનાથી છુટકારો મેળવવા માંગતી હતી. પોલીસને શંકા છે એક આ હત્યામાં આરોપીનો કોઈ મિત્ર પણ શામેલ હોઈ શકે છે.