result/ NEET UGનું પરિણામ જાહેર,ટોપ 50માં ગુજરાતના 5 વિધાર્થીઓ સામેલ,ઝીલ વ્યાસ 9માં ક્રમાકે

નીટ યુજી 2022નું પરિણામ જાહેર થઇ ગયુ છે. દેશના ટોપ 50 વિદ્યાર્થીઓમાંથી ગુજરાતના 5 વિદ્યાર્થીઓનું નામ સામેલ છે. દેશમાં રાજસ્થાનની તનિક્ષા પ્રથમ આવી છે

Top Stories Gujarat
5 13 NEET UGનું પરિણામ જાહેર,ટોપ 50માં ગુજરાતના 5 વિધાર્થીઓ સામેલ,ઝીલ વ્યાસ 9માં ક્રમાકે

નીટ યુજી 2022નું પરિણામ જાહેર થઇ ગયુ છે. દેશના ટોપ 50 વિદ્યાર્થીઓમાંથી ગુજરાતના 5 વિદ્યાર્થીઓનું નામ સામેલ છે. દેશમાં રાજસ્થાનની તનિક્ષા પ્રથમ આવી છે. નોંધનીય છે કે, આ પરીક્ષા 12 સામાન્ય વિજ્ઞાન બાદ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે.ગુજરાતમાં ઝીલ વ્યાસ નામની વિદ્યાર્થી રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવી છે. ઝીલે 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. દેશના ટાપ 50માં ગુજારાતના પાંચ વિધાર્થીઓ સામેલ છે. આ પરિણામમાં ટોપ -10માં ગુજરાતનો વિધાર્થી ઝીલ વિપુલ વ્યાસ 710 માર્કસ સાથે 9માં સ્થાને રહ્યો હતો.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET નું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ neet.nta.nic.in લિંક પર જઇને તેમના પરિણામો, સ્કોર્સ અને રેન્ક જોઇ શકે છે. આ વર્ષે NEET UG પરીક્ષા માટે કુલ 18,72,343 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. તેમાંથી 17,64,571 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી કુલ 9,93,069 વિદ્યાર્થીઓ પાસ થયા છે.