Bollywood/ નેહા કક્કરે રોહનપ્રીત સિંહનું કર્યુ વસ્ત્રહરણ, વાયરલ થયો Video

નેહા કક્કર અને રોહનપ્રીતસિંહે ઓક્ટોબર મહિનામાં લગ્ન કર્યા હતા, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. હવે રોહનપ્રીત સિંહ નેહાને ઈન્ડિયન આઇડલ પર સરપ્રાઇઝ આપશે. તાજેતરમાં જ ઈન્ડિયન આઇડલનો વીડિયો સિંગરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં નેહા કક્કર, રોહનપ્રીત સિંહ, ભારતી સિંહ અને હર્ષ લિંબાચૈયાની જોડીએ ઇન્ડિયન આઇડલ પર જોવા […]

Entertainment
neha kakkar નેહા કક્કરે રોહનપ્રીત સિંહનું કર્યુ વસ્ત્રહરણ, વાયરલ થયો Video

નેહા કક્કર અને રોહનપ્રીતસિંહે ઓક્ટોબર મહિનામાં લગ્ન કર્યા હતા, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. હવે રોહનપ્રીત સિંહ નેહાને ઈન્ડિયન આઇડલ પર સરપ્રાઇઝ આપશે. તાજેતરમાં જ ઈન્ડિયન આઇડલનો વીડિયો સિંગરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ વીડિયોમાં નેહા કક્કર, રોહનપ્રીત સિંહ, ભારતી સિંહ અને હર્ષ લિંબાચૈયાની જોડીએ ઇન્ડિયન આઇડલ પર જોવા મળી રહ્યા, વીડિયોમાં નેહા કક્કર રોહનપ્રીત સિંહનું વસ્ત્રહરણ કરતી પણ જોવા મળી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે નેહા અને ભારતી, હર્ષ અને રોહનપ્રીત પણ ઘરકામ કરતા જોવા મળે છે. જ્યારે શોના હોસ્ટ આદિત્ય નેહાને પૂછે છે, તો શું તમારા પતિ તમને તેના મિત્રો સાથે ફરવા જવા માટે છોડી શકે છે?

નેહા કક્કરે આનો જવાબ આપ્યો અને કહ્યું કે તે ત્યાંથી ચાલ્યો જાય છે. નેહા કક્કર અને રોહનપ્રીત સિંહના આ વીડિયો પર ચાહકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.

નેહા કક્કર ઘણીવાર તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. જેઓ સોશિયલ મીડિયા પર છવાઇ જાય છે.