નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ આજકાલ ચર્ચામાં છવાયેલા છે. તાજેતરમાં જ તેમના લગ્નને લઈને ઘણી બાબતો પણ બહાર આવી હતી. આપને જણાવી દઈએ કે, નેહા કક્કર અને રોહનપ્રીત સિંહનું નવું ગીત ‘નેહુ દા બ્યાહ’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. ચાહકોમાં ભારે ઉત્તેજના છે. તે જ સમયે, તાજેતરમાં જ સિંગરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસ્વીરો શેર કરી છે.
આ તસ્વીરોમાં નેહા કક્કર લાલ રંગની સાડીમાં જોવા મળી રહી છે. તસ્વીરોમાં લાલ સાડીમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસ્વીરોશેર કરતાં નેહા કક્કરે કેપ્શનમાં લખ્યું છે કે, “આ લુક 21 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહેલા નેહુ દા બ્યાહ ગીતનો છે. હું આ માટે ખૂબ જ ઉત્સાહિત છું. નવરાત્રી સૌને શુભેચ્છાઓ, જય માતા દી.”
તો બીજી બાજુ રોહનપ્રીત સિંહે નેહાની આ તસ્વીર પર ટિપ્પણી કરતાં લખ્યું કે, “ના તેરે જેસા કોઈ ઓર મિલના, યૂં હી નહીં દીવાના તેરા મેં.” નેહા કક્કરની આ તસ્વીરો પર ચાહકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, રોહનપ્રીત સિંહે સ્પર્ધક તરીકે સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સમાં ભાગ લીધો હતો.
નેહા કક્કર અને રોહનપ્રીત સિંહનું પહેલું ગીત ‘નેહુ દા બ્યાહ’ને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. તાજેતરમાં ગીતનું પોસ્ટર સામે આવ્યું છે. જેના પર લખ્યું છે કે, ‘નેહા કક્કર વેડ્સ રોહનપ્રીત સિંહ.’ લોકો ગીતના આ પોસ્ટર પર ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.