Banaskantha/ સગાઈના કરાવી આપવાના મન દુઃખે ભત્રીજાએ કરી કાકાની હત્યા 

બનાસકાંઠાના સરહદીય થરાદ પંથકમાં ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. એક વૃદ્ધ ગામ વચ્ચે આવેલા ચોતરે બેઠા હતા.

Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 06 28T193933.776 1 સગાઈના કરાવી આપવાના મન દુઃખે ભત્રીજાએ કરી કાકાની હત્યા 

Banaskantha News: બનાસકાંઠાના સરહદીય થરાદ પંથકમાં ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. એક વૃદ્ધ ગામ વચ્ચે આવેલા ચોતરે બેઠા હતા. અને તે જ સમયે વૃદ્ધ સાથે લોહીનો નાતો  ધરાવતા એક શખ્સએ આવી વૃદ્ધ પર ગાડી ચડાવી અને તે બાદ વૃદ્ધને છરાના ઘા ઝીંકી  ઉતારી દીધા મોતને ઘાટ.ત્યારે કોણ હતો આ લોહીનો નાતો ધરાવતો શખ્સ કેવી રીતે કરી તેને વૃદ્ધની હત્યા. આ હત્યા કરવા પાછળ શું હતું રહસ્ય હતું.

બનાસકાંઠા જિલ્લાના થરાદના કોઠી ગામે ગઈકાલે સાંજે  ઘટેલી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.સરહદીય થરાદના  કોઠી ગામની આ ઘટના છે.ગઈકાલે સાંજના સમયે કોઠી ગામે રહેતા હાજીખાન  લાલખાન મલિક પોતાના ખેતરેથી આવી તે બાદ ગામમાં આવેલા હનુમાનજીના મંદિર પાસેના ચોતરે બેઠા હતા. અને મોબાઈલ જોઈ રહ્યા હતા. તે સમયે તેમનો કૌટુંબિક ભત્રીજો  દિલુખાન અનાથખાન મલેક ગાડી લઈને ચોતરા નજીક આવ્યો અને સીધો હાજીખાન પર ગાડી ચડાવી દીધી.

જોકે અચાનક ભત્રીજાએ કાકા પર ગાડી ચડાવી દેતા આસપાસ બેઠેલા લોકોએ બૂમાબૂમ કરી દીધી અને ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા.જોકે આ ઉકળતા લોહીએ કાકા પર માત્ર ગાડી ચડાવી સંતોષ ન માર્યો પરંતુ તે બાદ ગાડીમાંથી ઉતરી નીચે પડેલા તેના કાકા હાજીખાન મલિક પર છરાના ઘા ઝીંકી દીધા અને હાજીખાનને મોતને ઘાટ ઉતારી ભત્રીજો દિલુ ખાન  એકઠા થયેલા લોકોને પણ  છરા થી ડરાવી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. જોકે ઘટના સ્થળે એકત્રિત થયેલા લોકો  ઈજાગ્રસ્ત હાજી ખાનને લઈ હોસ્પિટલે પહોંચ્યા પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે હાજીખાનને મૃત જાહેર કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ.જોકે ઘટનાની જાણ થરાદ પોલીસને થતા થરાદ પોલીસની ટીમો કોઠી ગામે પહોંચી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી તો હાજી ખાનની હત્યા તેમના જ કુટુંબીક ભત્રીજા દિલુખાન અનાથખાન મલિકેએ”સગાઈ ન કરી આપવાનું “મન દુઃખ રાખી કરી હોવાનું સામે આવ્યું.

જોકે સમગ્ર મામલાને લઈ મૃતકના ભાઈ સર્જન ખાન લાલખાન મલેકે નોંધાવેલી ફરિયાદ આધારે હાજી ખાન  તેમના સમાજના આગેવાન હતા.જે સમાજમાં  સગાઈ કે લગ્નમાં મધ્યસ્થી બનતા. પરંતુ ભત્રીજા દિલુખાનનો ઇતિહાસ ખૂબ જ ખરાબ હોવાથી તેની સગાઈ કે લગ્નમાં તેઓ મધ્યસ્થી ન બન્યા અને તેનું મન દુઃખ રાખી દિલુખાને કાકાનું જ ઢીમ ઢાળી દીધું.જોકે અત્યારે તો પોલીસને મળેલી ફરિયાદને આધારે પોલીસે દિલુખાન સામે તેના જ કાકાની હત્યા કરવા મામલે હત્યાનો ગુનો નોધી દિલુખાનને ઝડપી પાડવા થરાદ પોલીસ સહિત બનાસકાંઠા એલસીબીની અલગ અલગ ટીમો હ્યુમન સોર્સીંસ અને ટેકનિકલ સર્બિલન્સ ની મદદ થી શોધખોળ હાથ ધરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GSTના રૂ. 400 કરોડના બોગસ બિલિંગના કેસમાં ત્રણની ધરપકડ

આ પણ વાંચો: GST: રાજ્યમાં સાત વર્ષમાં પકડાયું એક લાખ કરોડનું બોગસ બિલિંગ

આ પણ વાંચો: મેટ્રોના વિસ્તરણ માટે ગુજરાત સરકારે કેન્દ્રને 25,000 કરોડથી વધુ રકમનો મોકલ્યો પ્લાન

આ પણ વાંચો: GSTના રૂ. 400 કરોડના બોગસ બિલિંગના કેસમાં ત્રણની ધરપકડ