આઈપીએલ 2021 અત્યારે નહીં થાય અને બીસીસીઆઈએ પણ તમામ ખેલાડીઓને પોતપોતાના ઘરે પાછા ફરવાનું કહી દીધુ છે. દરમિયાન, ખેલાડીઓ હવે પોતપોતાના ઘર તરફ આગળ વધી રહ્યા છે. વળી ભારત અને દુનિયાભરનાં ખેલાડીઓ કે જેઓ આઈપીએલમાં રમે છે, પોતપોતાની વાતો રાખી રહ્યા છે. દરમિયાન, ત્રણ વખતની આઈપીએલ ચેમ્પિયન ટીમ એમએસ ધોનીની અધ્યક્ષતામાં ચેન્નાઈ સુપર કિંગ્સનાં ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ ટ્વિટર પર પોતાની વાત રાખી છે.

ક્રિકેટ / IPL સસ્પેન્ડ થયા પછી ભારતમાં ટી-20 વિશ્વકપ પર સંકટનાં વાદળ, જાણો BCCI શું કહે છે
સુરેશ રૈનાએ આઈપીએલ મુલતવી પછી ટ્વિટર પર લખ્યું છે કે, હમણાં કોઈ મજાક નથી લાગી રહ્યો. ખબર નથી કેટલી જીંદગી દાવ પર લાગી છે. મારા જીવનમાં પહેલાં ક્યારેય હુ પોતાને આટલો લાચાર સમજ્યો નથી. તેમણે કહ્યું કે આપણે કેટલી મદદ કરવા માંગીએ છીએ તે મહત્વનું નથી, ભલે ગમે તે હોય, આપણી પાસે સંસાધનોનો અભાવ છે. સુરેશ રૈનાએ આગળ લખ્યું છે કે, આપણે આ મુશ્કેલ સમયમાં બીજાનાં જીવ બચાવવા આગળ આવનારા દરેક નાગરિકને સલામ કરવુ જોઈએ. આપને જણાવી દઈએ કે, સુરેશ રૈનાએ આઈપીએલ 2020 વચ્ચે જ છોડી દીધી હતી અને ભારત પરત ફર્યા હતા. તે પછી વિવિધ વાતો કરવામાં આવી હતી. કોરોના વાયરસને કારણે, બીસીસીઆઈએ યુએઇમાં આઈપીએલ 2020 કરવાની યોજના બનાવી હતી અને તે સફળતાપૂર્વક પણ કરાવવામાં આવી હતી.
This isn’t a joke anymore! So many lives at stake & never felt so helpless in life. No matter how much we want to help, but we are literally running out of resources. Every single person of this country deserves a salute right for standing by each other to save lives! #WeCandoit
— Suresh Raina🇮🇳 (@ImRaina) May 4, 2021
IPL 2021 / IPL ટૂર્નામેન્ટ પર સંક્રમણનું ગ્રહણ, વધુ બે ખેલાડીઓ પોઝિટિવ આવતા ટૂર્નામેન્ટ કરાઇ રદ
જોકે આ આઈપીએલમાં મેચ શરૂ થયા પહેલા કેટલાક ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, પરંતુ તે પછી જ્યારે મેચ શરૂ થઈ ત્યારે આઈપીએલ 2020 સંપૂર્ણપણે સલામત વાતાવરણમાં ગોઠવવામાં આવ્યું હતું. આ વખતે બીસીસીઆઈએ નિર્ણય લીધો કે આઈપીએલ ફક્ત ભારતમાં યોજાશે. આ વખતે સુરેશ રૈના પણ તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતો દેખાયો હતો અને તેણે તેની પહેલી મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020 નાં રોજ એમએસ ધોની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.

