અમદાવાદ/ સોનાની દાણચોરીનો નવો કીમીયો, પાવડર બનાવી તસ્કરી કરવાના રેકેટનો થયો પર્દાફાશ

અમદાવાદમાં સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો. ટ્રાફિક પોલીસે ત્રણ અજાણ્યા શખ્સનું ચેકિંગ કરતા સોનાનો પાવડર બનાવી તસ્કરી કરાતા રેકેટનો પર્દાફાશ થયો.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 06 28T105056.232 સોનાની દાણચોરીનો નવો કીમીયો, પાવડર બનાવી તસ્કરી કરવાના રેકેટનો થયો પર્દાફાશ

અમદાવાદમાં સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો. ટ્રાફિક પોલીસે ત્રણ અજાણ્યા શખ્સનું ચેકિંગ કરતા સોનાનો પાવડર બનાવી તસ્કરી કરાતા રેકેટનો પર્દાફાશ થયો. આ મામલે પોલીસે ત્રણ શખ્સની અટકાયત કરી તેમના વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

પોલીસ અધિકારીએ આ મામલે માહિતી આપતા જણાવ્યું કે ઓઢવ વિસ્તારમાં સોનાની ચાલી પાસે ફરજ બજાવનાર ટ્રાફિક પોલીસે ચેકિંગની કામગીરીને લઈને દિલ્હી પાસીંગની એક ક્રેટા કાર રોકી હતી. કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ લાગતા તેમની અંગ ઝડતી કરવામાં આવી. અંગ ઝડપી દરમ્યાન ટ્રાફિક પોલીસને કંઈ ના મળ્યું પરંતુ જ્યારે ગાડીનું ચેકિંગ કર્યું તો તેમાંથી બે થેલા મળ્યા. અન આ થેલામાં પીળો પાવડર હતો. પીળો પાવડર શેનો છે તે સામે આવતા ટ્રાફિક પોલીસ પણ દંગ થઈ ગઈ. ટ્રાફિક પોલીસે પીળા પાવડર સોનાનો હોવાનું જાણ થતા ઓઢવ પોલીસને જાણ કરી.

ઓઢવ પોલીસે બે થેલામાં રહેલ સોનાના પાવડર જપ્ત કરી તસ્કરી મામલે ત્રણેય શખ્સ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી અટકાયત કરી. આ શખ્સની પૂછપરછ કરતાં તેમના નામ શુભમ પેઠીવાલા, મોહમદ ફરાજ અને ભુવનેશ્વરસિંહ સોઢા હોવાનું સામે આવ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો