Covid-19/ દેશમાં બે દિવસનાં ઉછાળા બાદ ઘટ્યા નવા કેસ

આજથી નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે જનતા હવે આ કોરોનાકાળમાં જીવતા શીખી ગઇ છે. જો કે દુનિયાભરનાં વૈજ્ઞાનિકો આ મહામારીને દૂર કરવા વૈક્સીન પર આજે પણ કામ કરી રહ્યા છે….

India
Mantavya 3 દેશમાં બે દિવસનાં ઉછાળા બાદ ઘટ્યા નવા કેસ

આજથી નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે જનતા હવે આ કોરોનાકાળમાં જીવતા શીખી ગઇ છે. જો કે દુનિયાભરનાં વૈજ્ઞાનિકો આ મહામારીને દૂર કરવા વૈક્સીન પર આજે પણ કામ કરી રહ્યા છે. ભારતની વાત કરીએ તો અહી અહી 2 દિવસનાં ઉછાળા બાદ રાહતનાં સમાચાર સામે આવ્યા છે.

આપને જણાવી દઇએ કે, છેલ્લાં 24 કલાકમાં 19 હજાર કેસ નોંધાયા છે. જો કે રિકવરી પણ ઓછી જ નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 22 હજાર કોરોનાનાં દર્દીઓ રિકવર થયા છે. જ્યારે એક્ટિવ કેસ હવે માત્ર 2.52 લાખ રહ્યા છે. જણાવી દઇએ કે, 5,200થી વધુ નવા કેસ સાથે કેરળ દેશમાં ફરી એકવાર દૈનિક કેસની રીતે પ્રથમ ક્રમે રહ્યું છે, કેરળમાં કુલ કેસ હવે સાડા સાત લાખથી વધુ થઇ ગયા છે. કેરળમાં સર્વાધિક 65 હજાર એક્ટિવ કેસ છે, જ્યારે મહારાષ્ટ્રમાં બીજા ક્રમે હવે 52 હજાર એક્ટિવ કેસ છે.

દેશનાં આરોગ્ય મંત્રાલયે યુકેથી પરત આવેલા પ્રવાસીઓને ટ્રેસ કરીને તેમના ટેસ્ટ અને બાદમાં પોઝિટિવ આવે તો જીનોમ સિકવન્સ કરાવવા આદેશ કર્યો છે. જો કે મોટાભાગનાં રાજ્યો આવા પ્રવાસીઓને ટ્રેસ કરવામાં નિષ્ફળ રહ્યાં છે. મુંબઈમાં ઘણાં લાંબા સમય પછી પોઝિટિવિટી રેટ 5 ટકાથી પણ નીચે ગયો છે, સમગ્ર ડિસેમ્બર માસમાં મુંબઈમાં પોઝિટિવિટી રેટ 4.80 ટકા આસપાસ રહ્યોછે. આપને જણાવી દઇએ કે, હવે પંજાબનાં તમામ શહેરોમાંથી નાઈટ કરફ્યૂ હટાવી લેવાયો છે, પંજાબમાં હવે ક્યાંય પર રાત્રે કોઈપણ રોક ટોક વિના ફરી શકાશે, જો કે તંત્રએ કારણ વિના બહાર ન નીકળવા જનતાને અપીલ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો