Not Set/ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કેરલ એક્સપ્રેસમાં લાગી આગ, નાસભાગનાં સર્જાયા દ્રશ્યો

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર લાગેલી આગથી અરાજકતાનું વાતાવરણ સર્જાયુ હતુ. ઘણા ફોટા અને વીડિયો આ દ્રશ્યમાંથી બહાર આવી રહ્યા છે જે ખૂબ જ ભયાનક લાગે છે. મળતી માહિતી મુજબ આ આગ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 8 પર પાર્ક કરેલી કેરલ એક્સપ્રેસમાં લાગી હતી. Fire which had broken out in rear power car of Chandigarh-Kochuveli […]

Top Stories India
fire in delhi rail નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કેરલ એક્સપ્રેસમાં લાગી આગ, નાસભાગનાં સર્જાયા દ્રશ્યો

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર લાગેલી આગથી અરાજકતાનું વાતાવરણ સર્જાયુ હતુ. ઘણા ફોટા અને વીડિયો આ દ્રશ્યમાંથી બહાર આવી રહ્યા છે જે ખૂબ જ ભયાનક લાગે છે. મળતી માહિતી મુજબ આ આગ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 8 પર પાર્ક કરેલી કેરલ એક્સપ્રેસમાં લાગી હતી.

એક્સપ્રેસની પાછળની બોગીમાં લાગેલી આગમાં ધીરે ધીરે વધારો થયો, ત્યારબાદ આગ પર કાબૂ મેળવવા માટે ચાર ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. નવી દિલ્હી રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 8 પર પાર્ક કરેલી ચંડીગઢ કોચુવેલી એક્સપ્રેસમાં વીજળી કટ થવાના કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં હજી સુધી કોઈ જાનહાનિનાં સમાચાર નથી, તમામ મુસાફરો સલામત છે.

મળતી માહિતી મુજબ પ્લેટફોર્મ નંબર 8 પર ઉભી રહેલી 12218 ચંદીગઢ-કોચુવેલી એક્સપ્રેસનાં પાછળનાં એન્જિનમાં લગભગ 1.40 વાગ્યે આગ લાગી હતી. 1.57 વાગ્યે રેલ્વે સ્ટેશનથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરાઈ હતી. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના ત્યારે બની જ્યારે આ ટ્રેન પ્લેટફોર્મ પરથી જઇ રહી હતી. તાજેતરનાં અપડેટ્સ મુજબ આગને કાબૂમાં લેવામાં આવી છે. ઉત્તર રેલ્વેનાં પ્રવક્તાએ કહ્યું છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.