ગાઇડલાઇન/ RBIએ લોન ગ્રાહકોને આપી મોટી રાહત, લોન પર વ્યાજ અને EMI સહિતના મામલે જાહેર કરી નવી ગાઇડલાઇન

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોન ગ્રાહકોને મોટી રાહત આપતા લોનના વ્યાજદર અને લોન ઇએમઆઇ બાઉન્સ થવાના મામલે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

Top Stories Business
3 4 1 RBIએ લોન ગ્રાહકોને આપી મોટી રાહત, લોન પર વ્યાજ અને EMI સહિતના મામલે જાહેર કરી નવી ગાઇડલાઇન

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોન ગ્રાહકોને મોટી રાહત આપતા લોનના વ્યાજદર અને લોન ઇએમઆઇ બાઉન્સ થવાના મામલે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આરબીઆઇની નવી ગાઇડલાઇન અનુસાર બેંકો અને નાણાંકીય સંસ્થાઓએ કસ્ટમરોને ફિક્સ્ડ રેટવાળી લોન ઉપલબ્ધ કરાવવી પડશે તેમજ વ્યાજદરમાં વૃદ્ધિથી લોનના માસિક ઇએમઆઇ પર થતી અસરની પણ જાણકારી આપવી પડશે. તેમજ લોનના માસિક હપ્તાની ચૂકવણીમાં ચૂક થવાના કિસ્સામાં પણ બેંકો દ્વારા વસૂલવામાં આવતા દંડ અંગે પણ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે

ઉલ્લેખનીય છે કે RBI એ બેંકો, NBFCs અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સહિત તમામ ધિરાણકર્તા સંસ્થાઓને સૂચના આપી છે કે તેઓ ગ્રાહકોને તેમની લોન પરના વ્યાજદરમાં ફેરફાર સમયે ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટવાળી લોન પરમાં કન્વર્ટ વિકલ્પ આપે. જો લોનના વ્યાજદર વધે તો ગ્રાહકની લોનની મુદત લંબાવવી કે EMI રકમ વધારવી તે નિર્ણય પણ ગ્રાહકોની સહમતિથી લેવામાં આવે. આરબીઆઈએ કહ્યું છે કે ગ્રાહકોને આ અંગેની સંપૂર્ણ માહિતી સમયસર આપવી તેની જવાબદારી બેંકો અને નાણાકીય સંસ્થાઓની છે. શુક્રવારે આરબીઆઈ દ્વારા જારી કરાયેલા આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે તેનો આદેશ તમામ વર્તમાન અને નવા લોન ખાતાઓ પર લાગુ થશે.

નોંધનીય છે કે EMIના સમયગાળા અથવા EMIની રકમમાં ફેરફાર થઈ શકે છે. રિઝર્વ બેંકે જણાવ્યુ છે કે, લોન ઇએમઆઇની મુદ્દત અને રકમમાં થનાર ફેરફારની સમયસર જાણકારી લોન ધારકોને આપવાની જવાબદારી બેંકો અને ધિરાણકર્તા સંસ્થાઓની રહેશે.