National/ કુપવાડાના તંગધાર સેક્ટરમાં સૈનિકોએ કર્યો ‘ખુકુરી ડાન્સ’, જુઓ વીડિયો

જમ્મુ-કાશ્મીરના કુપવાડા સેક્ટરમાં નિયંત્રણ રેખા અને જમ્મુ-કાશ્મીરની ફોરવર્ડ પોસ્ટ પાસે હાલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે.

Top Stories India Trending
જ્ 2 કુપવાડાના તંગધાર સેક્ટરમાં સૈનિકોએ કર્યો 'ખુકુરી ડાન્સ', જુઓ વીડિયો

દેશના બહાદુર સૈનિકો પ્રતિકૂળ સંજોગોમાં પણ માતૃભૂમિની રક્ષા માટે અડગ રહે છે. દેશના ગૌરવ માટે પોતાનો જીવ દાવ પર લગાવનાર આ જવાનોનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આ જવાન બરફની ચાદરથી ઢંકાયેલી જગ્યા પર પોતાની ફરજ બજાવી રહ્યા છે અને તેઓ આ વાતાવરણને ખૂબ એન્જોય કરી રહ્યાં છે. અમારા જવાનો અહીં ડાન્સ કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી ANIએ આ વીડિયો શેર કર્યો છે.

ઉત્તરના કુપવાડા જિલ્લામાં તંગધાર સેક્ટરની બરફથી ઢંકાયેલી રેન્જમાં ભારતીય સેનાના જવાનોએ ‘ખુકુરી ડાન્સ’  કર્યો હતો. અને જેનો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે.

આ કડકતી ઠંડીમાં જય લોકો ભાગ્યે જ ઘરની બહાર નીકળવાનું પસંદ કરે છે. ત્યાં દેશની સુરક્ષા માટે આપણા સૈનિકો શૂન્યથી નીચેના તાપમાનની ઠંડીમાં દેશની સરહદો પર તૈનાત છે. જમ્મુ-કાશ્મીરના કુપવાડા સેક્ટરમાં નિયંત્રણ રેખા અને જમ્મુ-કાશ્મીરની ફોરવર્ડ પોસ્ટ પાસે હાલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ભારતીય સેનાની આ પોસ્ટ 17,000 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે અને આ સમયે સતત બરફ પડી રહ્યો છે. આવી કડકડતી ઠંડીમાં ભારતીય સેનાના જવાન ખુકુરી ડાન્સ’ કરતાં નજરે ચડયા હતા.

અમે અમારા ઘરોમાં કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના આરામથી રહીએ છીએ કારણ કે છેવાડાના વિસ્તારોમાં અમારા સૈન્યના જવાનો મુશ્કેલ પરિસ્થિતિઓમાં અમારી સુરક્ષા માટે ઊભા છે. કાળઝાળ ગરમી હોય કે કડકડતી ઠંડી, તેઓ એક ક્ષણ પણ શાંતિથી જીવતા નથી. તેઓ કોઈ પણ જાતની ફરિયાદ વિના પોતાની ફરજમાં તૈનાત રહે છે જેથી કરીને દેશ અને દેશના નાગરિકો સુરક્ષિત રહી શકે.

જણાવી દઈએ કે સમગ્ર ઉત્તર ભારત આ સમયે તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. તાપમાનમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને કેટલીક જગ્યાએ પારો માઈનસથી પણ નીચે પહોંચી ગયો છે. આ કડકડતી ઠંડીમાં પણ ભારતીય સેનાના જવાનો દેશના નાગરિકોની સુરક્ષામાં લાગેલા છે. બરફથી ઢંકાયેલી પહાડીઓ પર પેટ્રોલિંગ કરી રહેલા સૈનિકોની સાથે સૈનિકોનો વધુ એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સૈનિકો ‘સ્નો સ્કૂટર’નો ઉપયોગ કરીને પાકિસ્તાની સરહદની નજીક પેટ્રોલિંગ કરતા જોવા મળે છે.