Not Set/ જમ્મુ -કાશ્મીરના મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર

એક દિવસ પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે અલ કાયદાએ કાશ્મીરમાં તેની મદદ માંગી છે.  ત્યારે તાલિબાન પ્રવક્તા સુહેલ શાહીનુ આ નિવેદન પર પ્રશ્નાર્થ

Top Stories
111 જમ્મુ -કાશ્મીરના મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર

એક તરફ તાલિબાન દોહામાં ભારત સાથે વાત કરી રહ્યું છે અને બીજી બાજુ તેના પ્રવક્તાએ કાશ્મીર મુદ્દે નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે. ચીનમાં ઉઇગર મુસ્લિમોના દમન પર મૌન રહેલા તાલિબાને કહ્યું છે કે તેને જમ્મુ -કાશ્મીર સહિત વિશ્વભરના મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર છે.

એક દિવસ પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે અલ કાયદાએ કાશ્મીરમાં તેની મદદ માંગી છે.  ત્યારે તાલિબાન પ્રવક્તા સુહેલ શાહીનુ આ નિવેદન પર પ્રશ્નાર્થ છે.  જો કે, આ પહેલા તાલિબાન નેતૃત્વએ કહ્યું હતુ કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવના મુદ્દાઓમાં સામેલ થશે નહીં અને પોતાની જમીનનો ઉપયોગ કોઈ પણ દેશ સામે થવા દેશે નહીં.

સુત્રોના જણાવ્યા અનુસાર તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને કહ્યું કે તેમની સંસ્થાને જમ્મુ -કાશ્મીરના મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર છે.  તેને અમેરિકા સાથેના દોહા કરારનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે કોઈ પણ દેશ સામે સશસ્ત્ર ઓપરેશન નહીં કરીએ. શાહીને આ મુલાકાતમાં કહ્યું હતું કે મુસ્લિમ તરીકે ભારતના કાશ્મીર અથવા અન્ય કોઇ દેશમાં મુસ્લિમો માટે અમારો અવાજ ઉઠાવવાનો અધિકાર છે. અમે મુસ્લિમો સાથે સમાનતા માટે તમામ દેશોને અપીલ કરીશું. ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા સાથે જોડાયેલા સવાલ પર શાહીનનું કહેવુ છે કે,  તે કયા સંજોગોમાં થયું તે અંગે તે જાણતો નથી.  ઉલ્લેખનીય છે કે, અથડામણ દરમિયાન દાનિશનું મોત થયું હતું. રોઇટર્સ સાથે સંકળાયેલા ડેનિશની અફઘાનિસ્તાનમાં હત્યા કરવામાં આવી હતી, જેની વિશ્વભરમાં નિંદા પણ થઈ હતી.