retired/ ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રાન્ડહોમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ

ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રાન્ડહોમે બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.ડી ગ્રાન્ડહોમે આ અઠવાડિયે ન્યુઝીલેન્ડ ક્રિકેટ સાથે તેના નિર્ણયની ચર્ચા કરી હતી

Top Stories Sports
9 38 ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રાન્ડહોમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ

ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રાન્ડહોમે બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.ડી ગ્રાન્ડહોમે આ અઠવાડિયે ન્યુઝીલેન્ડ ક્રિકેટ સાથે તેના નિર્ણયની ચર્ચા કરી હતી, જેણે તેને તેના કેન્દ્રીય કરારમાંથી મુક્ત કરવા સંમતિ આપી હતી.ઝિમ્બાબ્વેમાં જન્મેલા ડી ગ્રાન્ડહોમે કહ્યું કે તેમની ઈજા અને ત્રણેય ફોર્મેટમાં વધેલી સ્પર્ધા આ નિર્ણય પાછળના કારણો છે.ડી ગ્રાન્ડહોમે અહીં ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા જારી નિવેદનમાં જણાવ્યું હતું કે, “હું સ્વીકારું છું કે હું હવે યુવાન રહીશ નહીં અને ખાસ કરીને ઇજાઓને કારણે પ્રેક્ટિસ કરવી મુશ્કેલ બની રહી છે.”

“મારા બાળકો મોટા થઈ રહ્યા છે અને હું ક્રિકેટ પછી મારા ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ બધી વાતો મારા મગજમાં ચાલી રહી હતી.ડી ગ્રાન્ડહોમે કહ્યું, “હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને 2012માં ડેબ્યૂ કર્યા બાદ ન્યૂઝીલેન્ડ તરફથી રમવાની તક મળી. મને મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર ગર્વ છે પરંતુ મને લાગે છે કે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે.

ડી ગ્રાન્ડહોમે ન્યૂઝીલેન્ડ માટે 29 ટેસ્ટ મેચ રમી જેમાં તેણે 38.70ની એવરેજથી 1432 રન બનાવ્યા. તેમાં વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સામેની સદીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય તેણે 32.95ની એવરેજથી 49 વિકેટ પણ લીધી હતી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 41 રનમાં છ વિકેટ હતું જે તેમણે પાકિસ્તાન સામે આ વિકેટ લીધી હતી