NZ vs PK/ સતત બીજી T-20 માં પાકિસ્તાનને હરાવી ન્યૂઝીલેન્ડે સીરીઝ પર કર્યો કબજો

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ગયેલા પાકિસ્તાનને બીજી ટી-20 મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. યજમાનોને પાકિસ્તાને 164 રને પડકાર આપ્યો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડ ટીમે આ લક્ષ્ય 4 વિકેટ બાકી રહેતા 9 વિકેટે મેળવી લીધો હતો. ટિમ સેફર્ટે અણનમ 84 અને કેપ્ટન કેન વિલિયમ્સને અણનમ 57 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ફક્ત ફહીમ અશરફ (1/19) વિકેટ […]

Sports

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ગયેલા પાકિસ્તાનને બીજી ટી-20 મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. યજમાનોને પાકિસ્તાને 164 રને પડકાર આપ્યો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડ ટીમે આ લક્ષ્ય 4 વિકેટ બાકી રહેતા 9 વિકેટે મેળવી લીધો હતો. ટિમ સેફર્ટે અણનમ 84 અને કેપ્ટન કેન વિલિયમ્સને અણનમ 57 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ફક્ત ફહીમ અશરફ (1/19) વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

NZ v PAK 2020: Tim Seifert stars again as New Zealand crush Pakistan

આ પહેલા સેડન પાર્ક ખાતે આજે રમાયેલી આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની શરૂઆત સારી રહી ન હોતી અને મેચની બીજી ઓવરનાં અંતિમ 3 બોલમાં તેણે 2 વિકેટ ગુમાવી દીધી હતી. ટિમ સાઉદીએ અહીં હૈદર અલી (8) અને શફીક (0) ને આઉટ કર્યો હતો. મોહમ્મદ હાફીઝ નંબર 4 પર બેટિંગ માટે ઉતર્યો હતો. પરંતુ પાવરપ્લેની અંતિમ ઓવરમાં વિકેટકિપર બેટ્સમેન રિઝવાન (22) અહીં સાઉદીનો ત્રીજો શિકાર બન્યો. કેપ્ટન શાદાબ ખાન પણ ખાસ કંઇ કરવામાં નિષ્ફળ ગયો હતો અને તે 4 રનનાં વ્યક્તિગત સ્કોર પર જીમ્મી નીશમનો શિકાર બન્યો હતો.

New Zealand vs Pakistan 2nd T20I Live Score, NZ vs PAK 1st T20 Live Cricket Score Streaming Online: PAK vs NZ Live Score Update

એક છેડે મોહમ્મદ હાફીઝે તેની શાનદાર રમત ચાલુ રાખી હતી. તેણે ખુશદિલ (14) ની સાથે 5 મી વિકેટ માટે 63 રનની મહત્વપૂર્ણ ભાગીદારી રમી હતી. ખુશદિલ પછી ફહીમ અશરફ (4) પણ આઉટ થયો હતો અને 8 માં ક્રમે ઉતરનારા ઇમાદ વસીમે અણનમ 10 રનનું યોગદાન આપ્યું હતું. હફીઝ અંત સુધી આઉટ થયો ન હતો અને તેણે 5 બોલમાં 10 ચોક્કા અને 5 છક્કાની મદદથી 99 રન બનાવ્યા હતા, જેના કારણે પાકિસ્તાને યજમાનોની સામે 164 રનનો સન્માન જનક પડકાર મૂક્યો હતો.

પહેલી ટેસ્ટમાં ખરાબ ફિલ્ડીંગનાં કારણે ભડક્યા ગાવાસ્કર

ભારતીય ટીમના કોચ દ્રવિડને બનાવો, ટીમ ઈંડિયાના ધબડકા બાદ રવિ શાસ્ત્રી થયા ટ્રોલ

ભારતનાં ખરાબ પ્રદર્શનથી સેહવાગ નારાજ, ટ્વીટમાં ઉડાવી ટીમ ઈન્ડિયાની મઝાક

પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને મળી એવી હાર, ક્યારે કોઇ કેપ્ટન નહી કરે યાદ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો