Not Set/ ન્યુઝીલેન્ડના મહિલા પીએમના ઘરે બંધાશે પારણાં, ટ્વીટ કરીને આપી જાણકારી

ન્યુઝીલેન્ડના પહેલીવાર બનેલા જેસીંડા ઓર્ડર્ન માતા બનશે. આ ખુશીના સમાચાર તમણે પોતેજ આપ્યા હતાં. જુન મહિનામાં તેમના ઘરે પારણું બંધાશે. વડાપ્રધાન પદ પર માતા બનનારા તે બીજા નેતા છે. આ પહેલા પાકિસ્તાનના બેનઝીર ભુટ્ટો એ વડાપ્રધાન પદે રહીને બાળકને જન્મ આપ્યો હતો. માતા બનવાની જાહેરાત બાદ ન્યુઝીલેન્ડના વડાપ્રધાનને સોશિયલ મીડિયા પર ચારેકોરથી અભિનંદનની વર્ષા થઈ […]

World
tmp TcV9pJ f0972563e0a7e1c0 GettyImages 906736892 ન્યુઝીલેન્ડના મહિલા પીએમના ઘરે બંધાશે પારણાં, ટ્વીટ કરીને આપી જાણકારી

ન્યુઝીલેન્ડના પહેલીવાર બનેલા જેસીંડા ઓર્ડર્ન માતા બનશે. આ ખુશીના સમાચાર તમણે પોતેજ આપ્યા હતાં. જુન મહિનામાં તેમના ઘરે પારણું બંધાશે. વડાપ્રધાન પદ પર માતા બનનારા તે બીજા નેતા છે. આ પહેલા પાકિસ્તાનના બેનઝીર ભુટ્ટો એ વડાપ્રધાન પદે રહીને બાળકને જન્મ આપ્યો હતો. માતા બનવાની જાહેરાત બાદ ન્યુઝીલેન્ડના વડાપ્રધાનને સોશિયલ મીડિયા પર ચારેકોરથી અભિનંદનની વર્ષા થઈ હતી.

જેસીંડાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મારા મતે ૨૦૧૭ સૌથી મોટું વર્ષ હતું. હું પણ બીજાની જેમ હવે એક વડાપ્રધાન અને એક માતાની ભૂમિકા અદા કરીશ.

37 વર્ષિય જેસીંડાએ ગત વર્ષે ઓક્ટોબરમાં ન્યુઝીલેન્ડના વડાપ્રધાનનો પદભાર સંભાળ્યો હતો. જેસીંડાએ કહ્યું હતું કે આ બાબતની આશા ન હતી પરંતુ આ પળ તેમના અને તેમના પાર્ટનર ક્લાર્ક ગેફોર્ડ માટે ખુબ જ રોમાંચક છે.

જેસીંડાની ગેરહાજરીમાં ડેપ્યુટી પીએમ પીટર્સ કાર્યભાર સંભાળે તેવું અનુમાન છે. જેસીંડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું અને ક્લાર્ક ગેફોર્ડ બંને ખુબ જ ખુશ છીએ અમે ઈચ્છતા હતાં કે અમારો એક પરિવાર હોય, પરંતુ આમ થશે તેવી અમને આશા નહોતી, બાળકના જન્મ દિવસ બાદ છ સપ્તાહની રજા લેશે.