Cricket/ ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત

ન્યૂઝીલેન્ડે ભારતમાં રમાનારી બે મેચની ટેસ્ટ સીરીઝ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સ્પિન વિભાગને મજબૂત બનાવતા ટીમે પાંચ સ્પિનરોને ટીમમાં સામેલ કર્યા છે.

Top Stories Sports
ન્યૂઝીલેન્ડ ટીમનું એલાન

ન્યૂઝીલેન્ડે ભારતનાં પ્રવાસ પર બે ટેસ્ટ મેચની સીરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. આમાં સ્પિનનાં ઘણા વિકલ્પો હશે. આ સિવાય ટ્રેન્ટ બોલ્ટને આરામ આપવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમ T20 વર્લ્ડકપ બાદ ભારતનાં પ્રવાસે રમવા આવશે. અહીં T20 અને ટેસ્ટ સીરીઝ રમવાની છે.

ન્યૂઝીલેન્ડ ટીમનું એલાન

આ પણ વાંચો – T20 World Cup / કેપ્ટન કોહલીએ મેદાન પર કર્યો ‘My Name is Lakhan’ ગીત પર ડાન્સ, જુઓ Viral Video 

ન્યૂઝીલેન્ડે ભારતમાં રમાનારી બે મેચની ટેસ્ટ સીરીઝ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સ્પિન વિભાગને મજબૂત બનાવતા ટીમે પાંચ સ્પિનરોને ટીમમાં સામેલ કર્યા છે. કિવી ટીમ ભારતનાં પ્રવાસ પર 17, 19 અને 21 નવેમ્બરે ત્રણ મેચની T20I સીરીઝ રમશે. આ પછી મુલાકાતી ટીમે બે મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 25 થી 29 નવેમ્બર દરમિયાન કાનપુરમાં રમાશે જ્યારે બીજી ટેસ્ટ 3 થી 7 ડિસેમ્બર દરમિયાન મુંબઈમાં રમાશે. સ્પિનર્સ એજાઝ પટેલ, વિલ સોમરવિલે અને મિશેલ સેન્ટનર ઉપરાંત યુવા સ્ટાર્સ રચિન રવિન્દ્ર અને ગ્લેન ફિલિપ્સને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ટ્રેન્ટ બોલ્ટ અને કોલિન ડી ગ્રાન્ડહોમે પોતાને અનુપલબ્ધ જાહેર કર્યા છે. આ બન્નેને કિવી ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ન્યૂઝીલેન્ડનાં કોચ ગેરી સ્ટેડે જણાવ્યું હતું કે, ટ્રેન્ટ આ વર્ષે બબલમાં 60 દિવસ વિતાવી ચૂક્યો છે, જ્યારે કોલિન મે મહિનાથી તાજેતરમાં પાકિસ્તાનથી ઘરે પરત ફર્યા ત્યાં સુધી બબલમાં હતા. 15 સભ્યોની ટીમની જાહેરાત થયા બાદ, ન્યૂઝીલેન્ડનાં કોચ ગેરી સ્ટેડે કહ્યું, ‘ટ્રેન્ટ આ વર્ષે 60 દિવસથી વધુ આઈસોલેશનમાં વિતાવી ચૂક્યો છે. બન્ને ખેલાડીઓ સાથે વાત કરતાં એ સ્પષ્ટ હતું કે, તેમના માટે શ્રેષ્ઠ વિકલ્પ આ ટેસ્ટ પ્રવાસમાંથી બહાર રહેવાનો છે અને તેમના માટે ન્યૂઝીલેન્ડની ગરમીની સીરીઝ માટે તૈયાર થવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.

ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમ

કેન વિલિયમસન (c), ટોમ બ્લંડેલ (wk), ડેવોન કોનવે, કાયલ જેમીસન, ટોમ લેથમ, હેનરી નિકોલ્સ, એજાઝ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, વિલ સોમરવિલે, ટિમ સાઉથી, રોસ ટેલર, વિલ યંગ, નીલ વેગનર.

ન્યૂઝીલેન્ડ ટીમનું એલાન

આ પણ વાંચો – T20 World Cup / શ્રીલંકા વિરુદ્ધ હાર બાદ વેસ્ટ ઈન્ડિઝનાં ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવોએ કરી નિવૃત્તિની જાહેરાત

21 વર્ષીય ખેલાડીએ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે ન્યૂઝીલેન્ડ માટે T20 ડેબ્યૂ કર્યું હતું. જો કે તેમણે આ વર્ષની શરૂઆતમાં ટેસ્ટ ટીમ સાથે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, પરંતુ તેમણે હજુ સુધી ટેસ્ટમાં પર્દાર્પણ કર્યું નથી. પટેલ અને સોમરવિલે સ્પિન હુમલાનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. તેઓએ 2018માં અબુ ધાબીમાં પાકિસ્તાન વિરુદ્ધ અને 2019માં ગાલે અને કોલંબોમાં શ્રીલંકા વિરુદ્ધ મળીને 28 વિકેટ લીધી હતી. ટોમ બ્લંડેલ ભારત સાથેની સીરીઝમાં વિકેટકીપર તરીકે રમશે.