પદ્માવતી રીલીઝ થયા પહેલા જ વિવાદોમાં સંપડાયેલી છે ત્યારે હવે તેમાં ગુજરાતના ભૂતપૂર્વ કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલાએ ઝુકાવ્યું હતું સંજય લીલા ભણસાલીની મેગાબજેટ અને મલ્ટિસ્ટાર ફિલ્મ પદ્માવતીના વિવાદમાં હવે ભણસાલીને ખુલ્લી ધમકી આપી હતી કે ફિલ્મ રજૂ કરવા પહેલાં ક્ષત્રિય અને હિન્દુ નેતાઓને બતાવજો નહી તો હિંસક વિરોધોનો સામનેા કરવો પડશે. ‘પદ્માવતી’ ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરવામાં આવ્યાં નથી એ જાણવા તથા જોવા આ ફિલ્મ જોવી જરૃરી છે એવું અમને લાગે છે. થિયેટરોમાં ફિલ્મ રજૂ કરવા પહેલાં હિન્દુ અને ક્ષત્રિય નેતાઓને આ ફિલ્મ બતાવજો નહીં તો તમારે હિંસક વિરોધો સહન કરવાની તૈયારી રાખવી પડશે’ એવું શંકરસિંહ વાઘેલાએ કહ્યું હોવાનું જાણવા મળ્યુ હતું.જો કે પોતાને રજપૂત સમાજની પ્રતિનિધિ સંસ્થા ગણાવતી કરણી સેનાએ પદ્માવતીના સેટ પર રાજસ્થાનમાં અને મહારષ્ટ્રમાં હિંસક દેખાવો કર્યા હતા, ભાંગફોડ કરી હતી અને સંજય લીલા ભણસાલી પર હુમલો કરવાના પ્રયાસો પણ કર્યા હતા. હવે શંકરસિંહ વાઘેલાએ આ વિવાદમાં ઝંપલાવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે. ભણસાલી આ ફિલ્મ પહેલી ડિસેંબરે રજૂ કરવાની યોજના ધરાવે છે. વાઘેલાએ કહ્યું હતું કે લોકોમાં એવી શંકા પ્રવર્તે છે કે ભણસાલીએ કલાના નામે ઐતિહાસિક તથ્યો સાથે છૂટછાટ લીધી છે.
Not Set/
જુઓ ફિલ્મ પદ્માવતીને લઈને શંકરસિંહ વાઘેલાએ શુ આપી ધમકી?
પદ્માવતી રીલીઝ થયા પહેલા જ વિવાદોમાં સંપડાયેલી છે ત્યારે હવે તેમાં ગુજરાતના ભૂતપૂર્વ કોંગ્રેસી નેતા શંકરસિંહ વાઘેલાએ ઝુકાવ્યું હતું સંજય લીલા ભણસાલીની મેગાબજેટ અને મલ્ટિસ્ટાર ફિલ્મ પદ્માવતીના વિવાદમાં હવે ભણસાલીને ખુલ્લી ધમકી આપી હતી કે ફિલ્મ રજૂ કરવા પહેલાં ક્ષત્રિય અને હિન્દુ નેતાઓને બતાવજો નહી તો હિંસક વિરોધોનો સામનેા કરવો પડશે. ‘પદ્માવતી’ ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો […]
