Not Set/ GST એટલે ગબ્બર સિંહ ટેકસ :રાહુલ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગર ખાતે ઓબીસી એકતા મંચના મહાસંમેલનમાં રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. નરેન્દ્ર પટેલે ભાજપ સામે ઉઠાવેલા કેશકાંડ મામલે રાહુલ ગાંધીએ ભાજપ અને મોદી સરકાર પર ચાબખા માર્યા છે. રાહુલ ગાંધીએ આક્ષેપોની ઝડી વરસાવતા કહ્યું કે ગુજરાતને ક્યારેય ખરીદી નહીં શકાય. ગમે તેટલા રૂપિયા આપો. ગુજરાતનો […]

India
rahul gandhi ahmed patel gujarat GST એટલે ગબ્બર સિંહ ટેકસ :રાહુલ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગર ખાતે ઓબીસી એકતા મંચના મહાસંમેલનમાં રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. નરેન્દ્ર પટેલે ભાજપ સામે ઉઠાવેલા કેશકાંડ મામલે રાહુલ ગાંધીએ ભાજપ અને મોદી સરકાર પર ચાબખા માર્યા છે. રાહુલ ગાંધીએ આક્ષેપોની ઝડી વરસાવતા કહ્યું કે ગુજરાતને ક્યારેય ખરીદી નહીં શકાય. ગમે તેટલા રૂપિયા આપો. ગુજરાતનો અવાજ દબાવી કે ખરીદી નહીં શકાય.

રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે મોદીના શાસનથી લોકો એટલા તંગ આવી ગયા છે કે ચૂપ બેસી શકતા નથી. મોદી સરકારે પાંચ-દસ ઉદ્યોગપતિઓનો વિકાસ કર્યો છે. ગરીબ, ખેડૂતોનું દેવું માફ નથી કર્યું પણ માલ્યા જેવા.

ઉદ્યોગપતિઓનું કર્યું છે. રાહુલ ગાંધીએ જય શાહ મામલે પીએમ મોદીની ચૂપકીદી પર પણ સવાલ ઉભા કર્યા છે. રાહુલ ગાંધીએ જીએસટીની નવી વ્યાખ્યા કરતા તેને ગબ્બર સિંહ ટેક્સ ગણાવ્યો. રાહુલે કહ્યું કે જીએસટી અને નોટબંધીને કારણે દેશના અર્થતંત્રને નુકસાન થયું.