પુણે,
જેન્ટલમેન ગેમ તરીકે ઓળખાતા ક્રિકેટને સમય સમય પર દાગ લાગ્યા કરે છે. તમે અત્યાર સુધી મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગ વિશે સાંભળ્યું હશે. આ વખતે ક્રિકેટમાં ‘પિચ ફિક્સિંગ‘ પર ખુલાસો કરવામાં આવ્યો છે. પુનાના પિચ ક્યુરેટર તરીકે પંડુરંગ સલગાંવકરે પીચની તૈયારી વિશે કેમેરાની સામે ગુપ્ત માહિતી જાહેર કરી હતી. તમને જણાવશું કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ બુધવારે પુણેમાં જ રમાશે.
રીપોર્ટરએ પીચ ક્યુરેટરને તેના બે ખેલાડીઓ માટે પિચમાં થોડો ફેરફાર કરવા કહ્યું જેના પર પંડુરંગ એકદમ રાજી થઇ ગયા હતા. પિચ ક્યુરેટરએ કહ્યું હતું કે જે પિચ તેમણે તૈયાર કરી છે તેના ઉપર 337 રનનો સ્કોર થઇ શકે છે. જેને આરામથી ચેન્જ કરી શકાય છે. પીચ ક્યુરેટર્સ નાણાં માટે પીચને બદલવા માટે પણ સંમત થઈ ગયા હતા. તમને જણાવા માંગશું કે પીચ ક્યુરેટર પંડુરંગ સલગાંવકર પોતે ક્રિકેટ રમતા હતા. તે પોતાના સમયમાં ઝડપી બોલર રહી ચુક્યા હતા. પાંડુરંગે જણાવ્યું હતું કે અમે પિચની પ્રકૃતિ 5 મિનિટમાં બદલી શકીએ છીએ. તેમણે સમજાવ્યું કે જો પિચ પર થોડી માટી અને બોટલથી પાણી છાટી દેવામાં આવશે તો પિચ આપોઆપ ખરાબ થઇ જશે અને બદલાઈ જશે. થોડાક સમય પહેલા જ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ માટે પુણેની પીચને પણ ઘટિયા બતાડવામાં આવી હતી.
