Not Set/ રેલ્વે મંત્રી પિયુષ ગોયલે “સ્પાઇડરમેન” પાસેથી લીધી “પ્રેરણા”, લીધો એક મોટો નિર્ણય

રેલ્વે મંત્રી પિયુષ ગોયલે રેલવે અધિકારોના વિકેન્દ્રીકરણને લગતા મોટા નિર્ણય લેતા જણાવ્યું હતું કે તેમની વિચારધારા હોલીવુડ ફિલ્મ ‘સ્પાઇડરમેન’ ના સંવાદથી પ્રેરિત બની છે. જયારે વધુ અધિકારો મળતા હોય ત્યારે તે વધુ જવાબદારીઓ પણ સાથે લાવે છે. મંત્રાલય તેના અધિકારીઓને વધુ સત્તા આપવા માંગે છે જેથી તેઓ વધુ જવાબદારીથી કામ કરી શકે છે. એક સવાલના […]

India
news26.10.17 8 રેલ્વે મંત્રી પિયુષ ગોયલે "સ્પાઇડરમેન" પાસેથી લીધી "પ્રેરણા", લીધો એક મોટો નિર્ણય

રેલ્વે મંત્રી પિયુષ ગોયલે રેલવે અધિકારોના વિકેન્દ્રીકરણને લગતા મોટા નિર્ણય લેતા જણાવ્યું હતું કે તેમની વિચારધારા હોલીવુડ ફિલ્મ ‘સ્પાઇડરમેન’ ના સંવાદથી પ્રેરિત બની છે. જયારે વધુ અધિકારો મળતા હોય ત્યારે તે વધુ જવાબદારીઓ પણ સાથે લાવે છે. મંત્રાલય તેના અધિકારીઓને વધુ સત્તા આપવા માંગે છે જેથી તેઓ વધુ જવાબદારીથી કામ કરી શકે છે.

એક સવાલના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે રેલવેની સલામતી માટે રૂપિયાની ન કોઈ કમી છે અને ન કોઈ દિવસ કમી થવાની છે. સમગ્ર દેશના રેલવે સ્ટેશનોને સીસીટીવી કેમેરામાં લાવવા માટે કામ શરૂ થઇ ગયું છે. તે જ સમયે ગોયલે જણાવ્યું હતું કે રેલવેના કોઈ પણ વિભાગ અથવા સેલને બંધ કરવાની કોઇ યોજના નથી. 

રેલવે કામગીરીમાં સુધારો કરવાના અન્ય નિર્ણયો અંગે મંત્રીએ જણાવ્યું હતું કે રેલવે બોર્ડમાં વધારાની બોર્ડ મેનેજર્સની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલમાં દરેક વિભાગમાં ઓછામાં ઓછા બે એડીઆરએમ હશે જ્યારે કેટલાક બોર્ડમાં ત્રણ એડીઆરએમ હશે. મુંબઈમાં કુલ આઠ (ચાર મધ્ય, ચાર પશ્ચિમ) એડીઆરએમ હશે.