Not Set/ ભારત અમેરિકા પાસેથી 22 ડ્રોન વિમાન ખરીદશે

નવી દિલ્હી, અમેરિકાના વિદેશમંત્રી રેક્સ ટિલરસન ભારતના પ્રવાસ પર છે. રેક્સ ટિલરસનની ભારતની મુલાકાત દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે ભારત અને અમેરિકા વચ્ચે કેટલાક મહત્વના કરાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં સમુદ્ર પર નજર રાખવા માટે ઉપયોગી એવા ગાર્ડિયન ડ્રોન વિમાનની ખરીદીની કરાર થવાની પણ શક્યતાઓ છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અમેરિકા અને ભારત […]

World
o INDIA AMERICA FLAG facebook ભારત અમેરિકા પાસેથી 22 ડ્રોન વિમાન ખરીદશે

નવી દિલ્હી,

અમેરિકાના વિદેશમંત્રી રેક્સ ટિલરસન ભારતના પ્રવાસ પર છે. રેક્સ ટિલરસનની ભારતની મુલાકાત દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે ભારત અને અમેરિકા વચ્ચે કેટલાક મહત્વના કરાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં સમુદ્ર પર નજર રાખવા માટે ઉપયોગી એવા ગાર્ડિયન ડ્રોન વિમાનની ખરીદીની કરાર થવાની પણ શક્યતાઓ છે.

એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અમેરિકા અને ભારત વચ્ચે ૨૨ ગાર્ડિયન ડ્રોન વિમાન ખરીદીનો કરાર કરવામાં આવશે જેનો અંદાજિત ખર્ચ બે અબજ ડોલર થશે. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ૨૬મી જૂનના રોજ થયેલી બેઠકમાં સમુદ્રી ડ્રોનના મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. આ ડ્રોન વિમાન સંપૂર્ણ પણે માનવરહિત હશે અને તેનાથી ભારતીય સમુદ્ર પર નજર રાખવાનું સરળ બનશે.

ભારતને અમેરિકા પાસેથી ૨૨ ગાર્ડીયન ડ્રોન મળ્યા બાદ હિંદ મહાસાગરમાં ભારતની સર્વેલન્સ ક્ષમતાઓમાં વધારો થશે. મહત્વનુ છે કે ટ્રમ્પે ભારતને ઉચ્ચ ટેકનોલોજીવાળા રક્ષા ઉપકરણો વેચવાની પ્રક્રિયાને ઝડપી બનાવી છે. જ્યારે ભારત ખાસ કરીને સમુદ્રી તાકાતમાં વધારો કરવાના પ્રયત્નોમાં લાગ્યુ છે. મહત્વનુ છે કે, હિંદ મહાસાગરમાં જે પ્રમાણે ચીન પોતાનો પગપેંસરો કરી રહ્યુ છે તેને લઈને ભારતે સચેત રહેવાની જરૂર પડશે. આમ, આ કરારથી ભારતની નૌસેનામાં મોટો વધારો થશે અને કોઈપણ ક્ષેત્રમાં ચાલી રહેલ ગતિવિધિઓ પર ગાર્ડિયન ડ્રોન દ્વારા નજર રાખી શકાશે.