ખતરો કે ખિલાડી/ નીક્કી તંબોલી પહેલા જ અઠવાડિએ થઇ શોથી બહાર, આ કારણે રોહિત શેઠ્ઠી થયો ગુસ્સે

આ શોનું પહેલું એલિમિનેશન રવિવારે થયું છે અને જેનું નામ આ એલિમિનેશનમાં આવ્યું છે તે બિગ બોસમાં સૌથી વધુ ચર્ચમાં રહેલી નીક્કી તંબોલી છે,

Entertainment
A 330 નીક્કી તંબોલી પહેલા જ અઠવાડિએ થઇ શોથી બહાર, આ કારણે રોહિત શેઠ્ઠી થયો ગુસ્સે

ખતરો કે ખિલાડી 11 શનિવારથી શરૂ થઈ ચુક્યું છે અને આ શોને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરેક સોશિયલ મીડિયા પર આ શોની પ્રશંસા કરવામાં આવી રહી છે અને દરેક સ્પર્ધકની હિંમતની પ્રશંસા પણ થઇ રહી છે. પરંતુ આ શોનું પહેલું એલિમિનેશન રવિવારે થયું છે અને જેનું નામ આ એલિમિનેશનમાં આવ્યું છે તે બિગ બોસમાં સૌથી વધુ ચર્ચમાં રહેલી નીક્કી તંબોલી છે, જે પહેલા અઠવાડિયામાં જ એલિમીનેટ  થઈ ગઈ છે. ચાહકોને નીક્કી પાસેથી આની અપેક્ષા નહોતી.

હકીકતમાં, નિક્કીએ ઘણી વાર ટાસ્ક અબોર્ટ કર્યા, જેનાથી રોહિત શેટ્ટી પણ ગુસ્સે થઇ ગયો. તેણે નીક્કીને એમ પણ કહ્યું હતું કે આ શો ને હા કહેતા પહેલા આ તેણે આ શો જોયો જ હશે કે અહીંયા શું થાય છે.તો તેણે તે રીતે તૈયાર થવું જોઈતું હતું. હજુ તો આગળ જઈને વધુ જોખમી સ્ટન્ટ્સ હશે, તો પછી તેનું શું થશે? જ્યારે અભિનવ શુક્લા નીક્કીને ટેકો આપે છે, ત્યારે રોહિત તેની ઉપર પણ ગુસ્સે થઈ જાય છે.

અનુષ્કાએ જીત્યો ટાસ્ક, નિક્કી થઇ એલિમીનેટ

શરૂઆતમાં, પાર્ટનર ટાસ્ક દરમિયાન, એકવાર ટાસ્ક છોડી દેવા પછી, અનુષ્કા સેન અને નિક્કી તંબોલીની આંખો બાંધી દેવાની હતી અને તેના પર મૂકવામાં આવેલા કોઈપણ પ્રાણીને અડીને તેની ઓળખ કરવી પડશે. જ્યારે અનુષ્કાએ આ કાર્ય ખૂબ જ સારી રીતે પૂર્ણ કર્યું, ત્યારે નીક્કીની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને તેણે ટાસ્ક છોડી દીધો. નીક્કી ખૂબ જ ખરાબ રીતે રડવા લાગી. ટાસ્ક જીત્યા બાદ અનુષ્કા ફીયર ફંદાથી દૂર થઇ ગઈ અને નીક્કી એલિમીનેટ થઈ ગઈ.

નીક્કી અને વિશાલ આદિત્ય સિંહને નીક્કી એલિમીનેટ થયા હતા અને તે પછી બંને વચ્ચે સ્ટંટની હરીફાઈ થઈ હતી. આમાં જે વિજેતા હશે તે રહેશે અને બીજો બહાર થઈ જશે. આ દરમિયાન પાણીનો સ્ટંટ હતો. વિશાલ આદિત્ય બંનેને પાણીનો ફોબિયા છે, પરંતુ વિશાલે તેમાંથી પસાર કરી દીધી. તે જ સમયે, નીક્કીએ ટાસ્કને અબોર્ટ કર્યો હતો. ત્યારબાદ રોહિત નિક્કીના એલિમિનેશનનો નિર્ણય બાકીના સ્પર્ધકોને છોડી દે છે. મોટાભાગના સ્પર્ધકોને લાગે છે કે નિક્કી આ શોમાં ન હોવી જોઇએ કારણ કે તેણે 3 સ્ટંટને અબોર્ટ કરી દીધા છે અને તે પછી નિક્કી શોમાંથી બહાર થઈ જાય છે.

 આ શો મારા માટે સરળ નથી

નીક્કીએ હાલમાં જ એક ખનગી માધ્યમને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું નાનપણથી જ આ શો જોતી હતી અને આ બધા સ્ટંટ કરવા માંગતી હતી, પરંતુ જ્યારે હું આ શોનો ભાગ બની ત્યારે મારી હાલત વધુ ખરાબ થઈ ગઈ. તે બધા દૂરથી સરળ લાગે છે. શોમાં તમે માત્ર મને રડતાં જોશો. હું હંમેશાં ખેતી હતી કે મારે ઘરે જવું છે.