નિધન/ વરૂણ ધવનના ડ્રાઇવર મનોજ સાહુનું હાર્ટ એટેકથી મોત

અચાનક તેમને છાતીમાં દુખાવો થયો અને તે અસ્વસ્થતા અનુભવવા લાગ્યા. મનોજ સાહુને મહેબૂબ સ્ટુડિયોની બહાર હાર્ટ એટેક આવ્યો હતો.

Entertainment
11 10 વરૂણ ધવનના ડ્રાઇવર મનોજ સાહુનું હાર્ટ એટેકથી મોત

બોલિવૂડ એક્ટર વરુણ ધવન પર આજે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. વરુણ ધવનના ડ્રાઈવર મનોજ સાહુએ આજે ​​અંતિમ શ્વાસ લીધા. મનોજ સાહુ ઘણા સમયથી વરુણ ધવન માટે કામ કરી રહ્યા હતા અને વરુણ તેમની સાથે  મિત્રની જેમ જ વર્તો હતો. સમાચાર આવી રહ્યા છે કે અગાઉ મનોજ સાહુ એક એડ ફિલ્મના શૂટિંગ માટે વરુણ ધવનને મહેબૂબ સ્ટુડિયોની બહાર મૂકવા ગયા હતા. પછી અચાનક તેમને છાતીમાં દુખાવો થયો અને તે અસ્વસ્થતા અનુભવવા લાગ્યા. મનોજ સાહુને મહેબૂબ સ્ટુડિયોની બહાર હાર્ટ એટેક આવ્યો હતો. વરુણ ધવન કેટલાક લોકોની મદદથી તેમને લીલાવતી હોસ્પિટલ લઈ ગયો જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા

 

https://www.instagram.com/reel/CY4KBSAJeKh/?utm_source=ig_embed&ig_rid=b2128445-3882-40b7-98e7-84aaf9d24afa

મીડિયા રિપોર્ટ્સ અનુસાર લીલાવતી હોસ્પિટલના ડોક્ટર્સનું કહેવું છે કે મનોજ સાહુનું હોસ્પિટલમાં આવતા પહેલા જ મોત થઈ ગયું હતું. થોડા સમય પહેલા વરુણ ધવન લીલાવતી હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતો. હોસ્પિટલની બહાર કેટલાક લોકો સાથે વાતચીત કરી રહેલા વરુણ ધવન એકદમ મૌન દેખાતા હતા. વરુણ ધવનની હાલત જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે મનોજ સાહુ તેના માટે કેટલા મહત્વના હતા. વરુણ ધવન અને તેમની ટીમ હોસ્પિટલની તમામ ઔપચારિકતાઓ પૂરી કરી રહી છે.