સમગ્ર દેશમાં હવે જયારે કોરોના કેસ વધતાં જોવા મળી રહ્યા છે ત્યારે ફરી પાછા મુંબઈ માં કેસો વધતા જોવા મળી રહ્યા છે જેમાં અનેક બૉલીવુડ કલાકારો કોરોના સંકર્મિત થાય છે ત્યારે વધુ માં આજે બોલિવુડ અભિનેત્રી મૃણાલ ઠાકુર કોરોના સંક્રમિત થઈ છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી છે. સાથે જ તેણે કહ્યુ કે, તેને કોરોનાના હળવા લક્ષણો છે. છેલ્લા કેટલાક દિવસોથી મૃણાલ ઠાકુર શાહિદ કપૂર સાથે તેની આગામી ફિલ્મ ‘જર્સી’ના પ્રમોશનમાં વ્યસ્ત હતી.
આ પણ વાંચો;ઓમિક્રોનનો ફફડાટ / દેશમાં ઓમિક્રોનના કેસનો આંકડો 1400ને પાર, જાણો તમારા રાજ્યમાં કેટલા દર્દીઓ?
મૃણાલે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને તેના ચાહકો સાથે તેના કોવિડ પોઝિટિવ હોવાની માહિતી શેર કરી હતી. તેણે એ પણ જણાવ્યું કે તેને કોવિડના ખૂબ જ હળવા લક્ષણો છે અને તેણે પોતાને હાલ આઈસોલેટ કરી છે. મૃણાલે પોસ્ટમાં લખ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પણ વાંચો;ગુજરાત / રાજકોટમાં કોરોના કેસ વધતાં પાંચ સ્થળે ટેસ્ટીંગ બૂથ ફરી શરૂ કરાયા
મૃણાલ ઠાકુર શાહિદ કપૂર સાથે તેની ફિલ્મ જર્સીના પ્રમોશનમાં વ્યસ્ત હતી તે પહેલાં નિર્માતાઓએ ઓમિક્રોન વેરિઅન્ટ પરના ભયને કારણે નાગરિક પ્રતિબંધો ફરીથી લાદવામાં આવ્યા બાદ ફિલ્મની થિયેટર રિલીઝને મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો. નિર્માતાઓએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, વર્તમાન સંજોગો અને નવી કોવિડ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને અમે અમારી ફિલ્મ ‘જર્સી’ની થિયેટર રિલીઝને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.