Bollywood/ ઐશ્વર્યા રાય બચ્ચનને ચાહકે કર્યું પ્રપોઝ, પતિ અભિષેક બચ્ચને આપ્યો આ જવાબ

અભિષેક બચ્ચનનું સેંસ ઓફ હ્યૂમન એટલું જબરદસ્ત છે એ આપણને સોશિયલ મીડિયા પર વખતોવખત જોવા મળે છે. જો કોઈ અભિષેકને ટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે,

Entertainment
A 256 ઐશ્વર્યા રાય બચ્ચનને ચાહકે કર્યું પ્રપોઝ, પતિ અભિષેક બચ્ચને આપ્યો આ જવાબ

અભિષેક બચ્ચનનું સેંસ ઓફ હ્યૂમન એટલું જબરદસ્ત છે એ આપણને સોશિયલ મીડિયા પર વખતોવખત જોવા મળે છે. જો કોઈ અભિષેકને ટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે, તો જુનિયર બચ્ચન તેના જવાબથી ટ્રોલ કરનારની બોલતી બંધ કરી દે છે. કાન્સ દરમિયાન કંઈક આવું જ બન્યું હતું જ્યારે એક ચાહક અચાનક આવીને ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું અને ત્યારે જ બધાની નજર તેના પર હતી કે તેની સાથે ઉભેલા અભિષેક  આને કેવી રીતે હેન્ડલ કરશે.

ચાહકે ઐશ્વર્યાને કર્યું પ્રપોઝ

હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 2010 ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો છે. જ્યારે ઐશ્વર્યા અને અભિષેકે રેડ કાર્પેટ પર સાથે એન્ટ્રી લીધી હતી. બંને તેના ચાહકોને હાથ હલાવીને વેવ કરી રહ્યા હતા. ત્યારે જ પ્રેક્ષકોમાંના એક ચાહકે હાથમાં એક પ્લેકાર્ડ જોવા મળ્યું. એશ અને અભિષેકનું ધ્યાન પણ તે વ્યક્તિ તરફ ગયું. પ્લેકાર્ડમાં લખ્યું હતું ‘ Marry Me’. એશે ચાહક સામે જોઈ હાથ હલાવીને હેલ્લો કહ્યું.

Instagram will load in the frontend.

આ વીડિયોમાં સૌથી મનોરંજક છે અભિષેક બચ્ચનનો જવાબ છે. અભિષેકે ઐશ્વર્યા તરફ ઈશારો કરીને કહ્યું, ‘તેણે મારી સાથે લગ્ન કરી લીધા છે’ અને તે જ સમયે અભિષેક હસ્યો. અભિષેકનો આ રિસ્પોન્સ હવે તેના ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. તેના વાયરલ વીડિયો પર તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાએ 2007 માં લગ્ન કર્યા હતા, 2011 માં એશ  આરાધ્યાને જન્મ આપ્યો હતો.

થોડા દિવસો પહેલા અભિષેક બચ્ચનના એક ચાહકે પોતાની ટ્વિટમાં તેની તુલના અમિતાભ બચ્ચન સાથે કરી હતી, “ધ બિગ બુલને જોતા મને લાગે છે કે જ્યારે તમે અભિનયની વાત કરો છો ત્યારે તમે બિગ બી કરતા સારા છો.” અભિષેક બચ્ચને ચાહકોની આ બાબતે વિશેષ પ્રકારે જવાબ આપ્યો. તેમણે લખ્યું, ‘તમારો ખુબ ખુબ ખુબ ખુબ આભાર. પરંતુ કોઈ પણ તેમના (અમિતાભ બચ્ચન) તેમના કરતા સારા હોઈ શકે નહીં.

kalmukho str 17 ઐશ્વર્યા રાય બચ્ચનને ચાહકે કર્યું પ્રપોઝ, પતિ અભિષેક બચ્ચને આપ્યો આ જવાબ