Not Set/ નિર્ભયા ગેંગ રેપ કેસનાં અપરાધીને કેમ હજુ સુધી ફાંસીની સજા આપવામાં નથી આવી – કોર્ટે પુછ્યો જેલને સવાલ

બહુચર્ચીત અને દેશભરને ઝંઝોડી નાખનાર 2012 માં દિલ્હીમાં થયેલ નિર્ભયાના ગેંગરેપનાં આરોપીને કોર્ટ દ્વારા રેર ઓફ ધ રેર કેસ કાઉન્ટ કરી ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ કેસ મામલે દેશભરમાં અનેક પ્રકારનાં પ્રદર્શનો લોકો દ્વારા યોજવામાં આવ્યા હતા અને કેન્ડલ માર્ચ સહિતના અનેક વિવિધ કાર્યક્રમો દ્વારા આ મામલે લોકો દ્વારા પહેલીવાર ગેંગ રેપ સામે જાહેરમાં […]

Top Stories India
NIRBHAYA CASE નિર્ભયા ગેંગ રેપ કેસનાં અપરાધીને કેમ હજુ સુધી ફાંસીની સજા આપવામાં નથી આવી - કોર્ટે પુછ્યો જેલને સવાલ

બહુચર્ચીત અને દેશભરને ઝંઝોડી નાખનાર 2012 માં દિલ્હીમાં થયેલ નિર્ભયાના ગેંગરેપનાં આરોપીને કોર્ટ દ્વારા રેર ઓફ ધ રેર કેસ કાઉન્ટ કરી ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ કેસ મામલે દેશભરમાં અનેક પ્રકારનાં પ્રદર્શનો લોકો દ્વારા યોજવામાં આવ્યા હતા અને કેન્ડલ માર્ચ સહિતના અનેક વિવિધ કાર્યક્રમો દ્વારા આ મામલે લોકો દ્વારા પહેલીવાર ગેંગ રેપ સામે જાહેરમાં એકત્રીત થઇ પોતાનો રોષ બતાવવામાં આવ્યા હતા. કેસમાં કોર્ટ દ્વારા અપરાધીઓને ફાંસીની સજા તો આપી દેવામાં આવી છે, પરંતુ લાંબા સમયથી કોર્ટનાં હુકમની બજવણી કરવામાં આવી રહી નથી. આ મામલે નિર્ભયાનાં માતા-પિતા દ્વારા ફરી કોર્ટનાં ધ્વાર ખખડાવવામાં આવ્યા છે.

2012 માં દિલ્હી ગેંગરેપ કેસમાં નિર્ભયાના માતાપિતાની અરજી પર, દોષીઓને ફાંસી આપવા માટેની કાર્યવાહી ઝડપી બનાવવાના પ્રયાસની વિશિષ્ટ સરકારી વકીલ રાજીવ મોહને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટને માહિતી આપી હતી કે ફાંસીનાં વોરંટ જારી કરવામાં આવ્યા નથી. આ મામલે અદાલતે તિહાર જેલના અધિકારીઓને દોષિતો દ્વારા માંગવામાં આવતી કાનૂની ઉપાયોની વર્તમાન સ્થિતિ અંગેના અહેવાલ માટે પૂછ્યું છે અને આ મામલો આવતીકાલે એટલે કે 29 નવેમ્બર 2019નાં દિવસે બપોરે 12.30 વાગ્યે વધુ સુનાવણી રાખવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.