Not Set/ અર્થતંત્રના આટાપાટા/ મનમોહન સિંહને, નિર્મલા સીતારમને કહ્યું, – ખોટી વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પર નિશાન સાધતા કહ્યું હતું કે કોઈ ચોક્કસ સમયગાળામાં ક્યારે અને શું ખોટું થયું હતું તે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે સરકારની આર્થિક નીતિઓ પર વાત કરી હતી.પૂર્વ રાજ્યપાલ રઘુરામ રાજને પણ સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા છે. ગુરુવારે પૂર્વ વડા […]

Business
Nirmala Sitharaman અર્થતંત્રના આટાપાટા/ મનમોહન સિંહને, નિર્મલા સીતારમને કહ્યું, - ખોટી વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પર નિશાન સાધતા કહ્યું હતું કે કોઈ ચોક્કસ સમયગાળામાં ક્યારે અને શું ખોટું થયું હતું તે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે.

પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે સરકારની આર્થિક નીતિઓ પર વાત કરી હતી.પૂર્વ રાજ્યપાલ રઘુરામ રાજને પણ સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા છે. ગુરુવારે પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહે ભારતીય અર્થવ્યવસ્થા માટે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. નાણાં પ્રધાન નિર્મલા સીતારમને  હવે મનમોહન સિંહના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

નિર્મલા સીતારમને કહ્યું, “હું આરોપમાં સામેલ ન થવા માટે મનમોહનસિંહ જીનો આદર કરું છું, પરંતુ પછીના સંદર્ભને સમજાવવા માટે કોઈ ચોક્કસ સમયગાળાનો ઉલ્લેખ કરવો જરૂરી છે.” તે સમયગાળામાં ક્યારે અને ક્યાં ખોટું થયું હતું, તે યાદ રાખવું જોઇયે.” નિર્મલા સીતારામને આ નિવેદન ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે કરેલા આરોપો પર આપ્યું હતું. જેમાં મનમોહને સિંઘે કહ્યું હતું કે સરકાર હંમેશાં હલ શોધવાને બદલે તેના હરીફોને દોષી ઠેરવવાનો પ્રયાસ કરે છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને વિદેશમાં એક વ્યાખ્યાન દરમિયાન સરકારની આર્થિક નીતિઓ પર પ્રહાર કર્યા હતા. રઘુરામ રાજને કહ્યું હતું કે સરકારની કોઈ વિઝન નથી અને કોઈ સમસ્યા હલ થઈ રહી નથી. આ સાથે રાજને કહ્યું કે નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોને કારણે અર્થવ્યવસ્થાને આંચકો લાગ્યો છે.

આ પછી રાજનની આ ટીકા અંગે નાણામંત્રી નિર્મલા સીતારામણે જવાબ આપ્યો. કોલમ્બિયા યુનિવર્સિટીમાં એક પ્રવચન દરમિયાન તેમણે કહ્યું હતું કે આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજન અને પીએમ મનમોહન સિંઘના કાર્યકાળ દરમિયાન દેશની જાહેર બેંકોની હાલત કફોડી સ્થિતિમાં પહોંચી હતી. આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે આ સમયગાળામાં લોન ફક્ત એક ફોન કોલ પર આપવામાં આવતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.