Election/ નીતિન ગડકરી બંગાળની રેલીમાં બોલ્યા- કમળનું બટન દબાવ્યા બાદ એવો કરંટ લાગશે કે CM મમતા….

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021 માં, ભાજપનાં લગભગ તમામ દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે આવી ગયા છે. આજે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અહીં રેલી કરવા પહોંચ્યા હતા

India

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021 માં, ભાજપનાં લગભગ તમામ દિગ્ગજ નેતાઓ પ્રચાર માટે આવી ગયા છે. આજે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અહીં રેલી કરવા પહોંચ્યા હતા. જ્યા તેમણે કહ્યું કે, કમળનું બટન દબાવ્યા પછી, CM મમતા બેનર્જીને એવો કરંટ લાગશે કે તે ખુરશીથી બે ફૂટ ઉપર ઉંઠી જશે.

Political / સેક્સ સીડી પ્રકરણથી કર્ણાટકમાં રાજકીય ભૂકંપ, મંત્રી રમેશ કિહોલીનું સ્વૈચ્છિક રાજીનામું

પશ્ચિમ બંગાળનાં જોયપુરમાં રેલી કરતી વખતે નીતિન ગડકરીએ કહ્યું કે, મતદાનનાં દિવસે લોકોએ વહેલી સવારે ઉઠીને મત આપવા માટે નીકળવું જોઇએ. તમારા ભગવાનને યાદ કરો. તમારા વિસ્તારમાં મતદાન મથક પર જાઓ. લોકો કમળનું બટન દબાવો. જેના કારણે, મમતાજી તેની ખુરશીથી બે ફૂટ ઉપર ઉઠી જશે.

રાજકારણ / ઇમરજન્સી અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન હાસ્યજનક : પ્રકાશ જાવડેકર

નીતિન ગડકરીએ કહ્યું કે, ઉત્સાહથી ખ્યાલ આવી રહ્યોં છે કે બંગાળનાં લોકો રાજ્યમાં પરિવર્તન ઇચ્છે છે. અને આ વખતે પરિવર્તન આવશે. નીતિન ગડકરીએ કહ્યું કે, લોકો મમતા બેનર્જીનાં શાસનથી કંટાળી ગયા છે. અને હવે પરિવર્તન માટે વિચારી રહ્યા છે અને આ વખતે આ પરિવર્તન આવશે. આપને જણાવી દઇએ કે, બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. એક દિવસ પહેલા સીએમ યોગી આદિત્યનાથ એક રેલી માટે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. જણાવી દઇએ કે, પીએમ મોદી અહીં દોઢ ડઝનથી વધુ રેલીઓ કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…