Not Set/ અવિશ્વાસ પ્રસ્તાવ શિવસેનાએ સસપેન્સ ઉભુ કર્યું, છેક છેલ્લી ઘડીએ પત્તા ખોલશે

મુંબઇ, મોદી સરકાર સામે વિપક્ષો આજે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી રહ્યાં છે ત્યારે એનડીએમાં ભાગીદાર એવા શિવસેનાએ મોટો ઝટકો આપ્યો છે. અવિશ્વાસના કેટલાંક કલાકો પહેલાં જ શિવસેનાએ મોદી સરકારને આંચકો આપતા એવા સંકેતો આપ્યાં છે કે તેમના સાસંદો મોદી સરકારને સમર્થન નહીં કરે.શિવસેનાનું મુખપુત્ર સામનામાં શુક્રવારે પ્રસિધ્ધ થયેલાં લેખમાં મોદી સરકારને તાનાશાહ ગણાવી છે અને કહ્યું […]

Top Stories
bjpshivsena 621x414 e1532000790671 અવિશ્વાસ પ્રસ્તાવ શિવસેનાએ સસપેન્સ ઉભુ કર્યું, છેક છેલ્લી ઘડીએ પત્તા ખોલશે

મુંબઇ,

મોદી સરકાર સામે વિપક્ષો આજે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી રહ્યાં છે ત્યારે એનડીએમાં ભાગીદાર એવા શિવસેનાએ મોટો ઝટકો આપ્યો છે. અવિશ્વાસના કેટલાંક કલાકો પહેલાં જ શિવસેનાએ મોદી સરકારને આંચકો આપતા એવા સંકેતો આપ્યાં છે કે તેમના સાસંદો મોદી સરકારને સમર્થન નહીં કરે.શિવસેનાનું મુખપુત્ર સામનામાં શુક્રવારે પ્રસિધ્ધ થયેલાં લેખમાં મોદી સરકારને તાનાશાહ ગણાવી છે અને કહ્યું છે કે શિવસેના તેમને ટેકો આપવાને બદલે જનતા સાથે જશે.

જોવાની વાત એ હતી કે ગુરૂવારે સાંજ સુધી એવા સમાચાર સામે આવ્યાં હતા કે શિવસેનાએ અવિશ્વાસ પ્રસ્તાવમાં મોદી સરકારને ટેકો આપવાનું નક્કી કરીને તેમના સસંદ સભ્યોને અવિશ્વાસ પ્રસ્તાવની વિરૂધ્ધમાં મત આપવાનો વ્હીપ પણ આપ્યો છે.

જો કે શુક્રવારે આ મામલે યુટર્ન આવ્યો હતો અને આજના સામના લેખ પ્રમાણે તો શિવસેના મોદી સરકારને ટેકો નહીં આપે.શિવસેનાના 18 સસંદ સભ્યો છે અને હવે જોવાનું એ રહે છે કે આ શિવસેના અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કરે છે કે વિરૂધ્ધમાં મત નાંખે છે કે પછી મતદાનથી અળગા રહે છે.

શિવસેનાના સંજય રાઉતે કહ્યું હતું કે અમે આજે 11 વાગ્યા સુધીમાં નક્કી કરીશું કે અમે કોની તરફેણમાં છીએ.

 

ઉલ્લેખનીય છે કે 543 સાસંદોવાળી લોકસભામાં હાલ 11 સીટ ખાલી છે,એટલે હાલ સાસંદોની સંખ્યા 532 છે. અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરાવવા માટે વિપક્ષોના 267 સીટોની જરૂર પડે.જો કે હાલ ભાજપ પાસે જ 272 સાસંદો છે અને મોદી સરકારના પક્ષમાં 295 સભ્યો છે.અવિશ્લાસના પ્રસ્તાવના ટેકામાં 147 સાસંદો છે.હવે જો શિવસેનાના 18 સસંદ સભ્યોનો ઉમેરો થાય તો આ સંખ્યા 165ની સંખ્યા થાય.

બીજી તરફ હજુ એ નક્કી નથી થઇ શક્યું કે 90 સસંદ સભ્યો અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કરે છે કે વિરૂધ્ધમાં.

જેમ કે 37 સાસંદ ધરાવતી એઆઇડીએમકેએ પણ હજુ સુધી તેમના પત્તા ખોલ્યા નથી