Not Set/ કોઈ ગોલ્ડ એમ્નેસ્ટી( કાળું સોનું) યોજના વિચારણા હેઠળ નથી : નાણાં મંત્રાલય

નાણાં મંત્રાલય દ્રારા પોતાનાં એક નિવેદનમાં જાહેર કરવામાં આવ્યું છેે કે, મીડિયામાં રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તેવા પ્રકારની  આવકવેરા વિભાગની વિચારણા હેઠળ કોઈ ગોલ્ડ એમ્નેસ્ટી યોજના નથી. બજેટ પ્રક્રિયા ચાલુ હોવાથી, સામાન્ય રીતે આ પ્રકારના સટ્ટાકીય અહેવાલો દેખાય માધ્યમોમાં જોવામાં આવે છે. Finance Ministry Sources to ANI: There is no Gold amnesty scheme under […]

Top Stories India
gold amnesty scheem કોઈ ગોલ્ડ એમ્નેસ્ટી( કાળું સોનું) યોજના વિચારણા હેઠળ નથી : નાણાં મંત્રાલય

નાણાં મંત્રાલય દ્રારા પોતાનાં એક નિવેદનમાં જાહેર કરવામાં આવ્યું છેે કે, મીડિયામાં રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તેવા પ્રકારની  આવકવેરા વિભાગની વિચારણા હેઠળ કોઈ ગોલ્ડ એમ્નેસ્ટી યોજના નથી. બજેટ પ્રક્રિયા ચાલુ હોવાથી, સામાન્ય રીતે આ પ્રકારના સટ્ટાકીય અહેવાલો દેખાય માધ્યમોમાં જોવામાં આવે છે.

આપને જણાવી દઇએ કે પાછલા થોડા દિવસોથી કહેવાતા સૌથી તેજ અને સૌથી સટીક માધ્યમો દ્વારા એવા રિપોર્ટ વહેતા કરવામાં આવી રહ્યા છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે, સરકાર દ્વારા કાળા નાણાંને ડામવા જેવી રીતે નોટબંધી જેવી યોજના અમલી કરવામાં આવી હતી, તેવા જ પ્રકારે કાળા સોનાંને નાથવા માટે કોઇ યોજના આયકર વિભાગના નેજા નિચે આવી રહી છે. અને સરકાર આ મામલે સંસદનાં શિયાળું સત્રમાં કોઇ બિલ પણ લાવી શકે છે.

gold amnesty scheem.jpg1 કોઈ ગોલ્ડ એમ્નેસ્ટી( કાળું સોનું) યોજના વિચારણા હેઠળ નથી : નાણાં મંત્રાલય

આપને જણાવી દઇએ કે નોટબંઘી સમયે પણ આવી અનેક અફવાઓ ઉડી હતી કે, સરકાર દ્વારા બેનામી પ્રોપર્ટીઝ જપ્ત કરતું બિલ કે યોજના લાવવામા આવી રહી છે વિગેરે વિગેરે….ઉલ્લેખનીય છે કે ભારતીય આયકર વિભાગમાં સોનાં વિશેનાં અનેક ક્લોઝ ઉપસ્થિત છે અને ભારતમા આદી કાળથી સોનું વસાવી વારસામાં પણ આપવામાં આવે છે. સ્ત્રી ધન તરીકે સરકાર દ્વારા આયકર કાયદાની શરૂઆતથી જ સોનાંનાં મામલે અનેક છુટછાટ આપવામાં આવી હતી અને તે હાલ પણ અમલી છે. ત્યારે આવા પ્રકારની પાયા વિહોણી વાતો માધ્યમોમાં ચગાવી આ વાત વહેતી કરવાને સરકાર દ્વારા રદીયો આપવામાં આવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.