OMG!/ ના હોય….મૃતદેહ દસ દિવસ પછી ઘરે પરત ફર્યો

ઓંકારલાલે ક્યારેય વિર્ચાયુ નહીં હોય કે જીવીત હોવા છતા તેને મૃત જાહેર કરવામાં આવશે.
ભલે આ બનાવને મજાકમાં લેવામાં આવે પરંતુ હકીકતમાં આ એક ગંભીર ભૂલ છે. કારણ કે આ કિસ્સા પહેલા પણ સામે આવ્યા છે

Ajab Gajab News
omkar ના હોય....મૃતદેહ દસ દિવસ પછી ઘરે પરત ફર્યો

એક વખત જે વ્યક્તિ આ દુનિયાને અલવિદા કહીને ચાલી જાય પછી તે પરત ફરે એ વાત માનવી મુશ્કેલ નહીં અસંભ છે. પરંતુ આવી ઘટના બની છે. જે વ્યક્તિનું નિધન થયુ તમામ પ્રકારના રિવાજો સાથે અંતિમ સંસ્કાર થયા એ વ્યક્તિ દસ દિવસ પછી ઘરે પરત ફરી. છે ને નવાઇની વાત, પહેલી વાર તો આ કુદરતની કરામત જ લાગે પરંતુ આ કરામત કુદરતની નહીં પરંતુ હોસ્પિટલની છે અને તે પણ લાપરવાહી.
રાજસ્થાનના જોધપુર ગામના ઓંકારલાલ નામની એક વ્યક્તિના અંતિમ સંસ્કાર દસ પહેલા જ કરવામાં આવ્યા હતા. પુરા રીત-રિવાજો સાથે દરેક પ્રકારની વિધી કરવામાં આવી હતી. દિકરાઓએ માથાના મુંડન પણ કરાવી દીધા. ઘરમાં બધાએ ઓંકારલાલના જવાથી ખાવા-પીવાનું પણ છોડી દીધુ. આખુ પરીવાર દુખના દરીયામાં દરકાવ હતુ અને અચાનક જ દસ દિવસ પછી ઓંકારલાલ ઘરે પરત ફર્યા. પરીવારને કઇ સમજાયુ નહીં કે તેઓ ખુશ થાય કે ડરે. કારણ કે આમ અચાનક પરીવારના સભ્ય જેવી લાગતી વ્યક્તિ દસ દિવસ પછી પોતાની સમક્ષ આવીને ઉભી રહે તો ડર લાગવો તો સ્વાભાવિક જ છે. પરંતુ જ્યારે ઓંકાર લાલે હકીકત જણાવી ત્યારે પરિવારમાં ખુશીની લહેર છવાઇ ગઇ.
ઓંકાર લાલ પરીવારને કહ્યા વગર જ દસ દિવસ પહેલા ઉદેપુર ચાલ્યા ગયા હતા. પરંતુ ત્યાં જઇને તેઓ અચાનક જ બિમાર થયા જેના કારણે તેમને હોસ્પિટલમાં એડમિટ થવુ પડ્યુ. સારવાર માટે તેમને ત્યાં ચાર દિવસ રોકાવુ પડ્યુ, જ્યારે સાજા થઇ પરત ફરવુ હતુ ત્યારે પૈસાના અભાવે વધુ 6 દિવસ ઉદેપુરમાં જ રહેવુ પડ્યુ. તેમના અચાનક જવાથી પરીવારે પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો પરંતુ ત્યાંથી કોઇ સમાચારના મળ્યા. ચાર દિવસ પછી પોલીસને એક મૃતદેહ મળ્યો, જેનું પંચનામુ કર્યા વગર જ મૃતદેહ ઓંકારલાલનો છે તેમ જણાવી પરીવારને સોંપી દીધો. પરીવારજને પણ મૃતદેહને ઓંકારલાલ સમજીને અંતિમ સંસ્કાર કર્યો.
જો કે, આ બધાની વચ્ચે ઓંકારલાલની પત્નિનું માનવું હતુ કે તેમના પતિ જીવીત છે અને એક દિવસ ચોક્કસથી ઘરે પરત ફરશે. આ ઘટના પછી પોલીસે પરીવારની માફી માંગી. ઓંકારલાલે ક્યારેય વિર્ચાયુ નહીં હોય કે જીવીત હોવા છતા તેને મૃત જાહેર કરવામાં આવશે.
ભલે આ બનાવને મજાકમાં લેવામાં આવે પરંતુ હકીકતમાં આ એક ગંભીર ભૂલ છે. કારણ કે આ કિસ્સા પહેલા પણ સામે આવ્યા છે.