Not Set/ સારસના કૂલનું પક્ષી કુંજનું નાટ્યાત્મક અને સુંદર નૃત્ય પ્રદર્શન

કુંજ / હિન્દી: कूंज/ 
કદ: ઊંચાઈ ૧૩૫ સે.મી – ૩૦ ઇંચ, લંબાઈ: ૮૫ – ૧૦૦ સે.મી – ૩૩ –૩૯ ઇંચ, પાંખોનો વ્યાપ: ૨૦ થી ૨૪ ઇંચ, વજન: ૩ થી ૬ કિલો.

Ajab Gajab News Trending
whtasaap 9 સારસના કૂલનું પક્ષી કુંજનું નાટ્યાત્મક અને સુંદર નૃત્ય પ્રદર્શન

કુંજ સારસના કૂલનું પક્ષી છે. કુંજની જાતિની સહુથી નાની પ્રજાતિ એટલે કુંજ જે સહુથી સારું નૃત્ય પ્રદર્શન કરી શકે છે. તેઓનો અવાજ બીજા પ્રજાતિના કુંજ કરતા ઘેરો હોય છે. ઉડે ત્યારે ડોક આગળ ખેંચેલી હોય અને પગ પાછળથી ટટ્ટાર હોય છે. તેઓનો રંગ રાખોડી હોય છે. દાઢી અને અડધું ગળું કાળા હોય છે. માથાની વચ્ચે લાલ ભાગ હોય. કાળી ડોક અને તેની બાજુઓમાં જતો સફેદ પટ્ટો નીચે તરફ જતો હોય છે. ખના પીંછા શરીરની બહાર નીકળે તેટલા લાંબા હોય છે. તેઓની ચાંચ મેલા રંગની હોય છે જે છેવાડા તરફ જતા આછી પીળા રંગની હોય છે. પગ કાળા હોય છે. દેખાવમાં નર અને માદા સરખા દેખાય છે પણ માદા નર કરતાં નાજુક અને પાતળી હોય છે.

jagat kinkhabwala સારસના કૂલનું પક્ષી કુંજનું નાટ્યાત્મક અને સુંદર નૃત્ય પ્રદર્શન
રાત્રે આકાશમાં તારા ટમટમતા હોય તેમજ પરોઢિયે વહેલી સવારે જ્યારે આકાશ ચોખ્ખું હોય તેવા સમયે કુંજનો ઘેરો પરંતુ કર્ણપ્રિય અવાજ જો સાંભળવા મળી જાય તો સવાર સવારમાં રોમાંચ થઇ આવે. કૃ… ઉં… ઉં…ઉં… અથવા ક્રાં… આં…આં…. જેવો અવાજ કાઢે છે જે સાંભળવાની મઝા આવે છે.

whtasaap 10 સારસના કૂલનું પક્ષી કુંજનું નાટ્યાત્મક અને સુંદર નૃત્ય પ્રદર્શન
જ્યારે ચોમાસુ પૂરું થઇ, ગરમી ઓછી થાય અને તેવા સમયે ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં પાણીની સગવડ હોય ત્યાં તેમના ઝુંડ ના ઝુંડ જોવા મળી જાય છે. તેઓ સમૂહચારી પક્ષી છે. શહેરી લોકોને તેનો ખાસ પરિચય નથી હોતો પરંતુ તેમના ઝુંડને કૃતુહલવશ નજરે આકાશ વિહાર કરતા જોયાનો અનુભવ હોય છે. જયારે ઊંચે નજર કરો અને V – વી/ વિમાનના આકારમાં ગોઠવાઈને શિસ્તબદ્ધ રીતે હવા કાપતા ઉડતા જોયા હોય તે સમૂહ ખાસ કરીને કુંજનું હોય છે. તેઓ પોતાના ઝુંડમાં ૪૦૦ જેટલા કુંજ સમૂહમાં ઉડતા જોવા મળે છે.

whtasaap 11 સારસના કૂલનું પક્ષી કુંજનું નાટ્યાત્મક અને સુંદર નૃત્ય પ્રદર્શન
ઉડતા ઉડતા પ્રવાસ કરે તે દરમ્યાન વચ્ચે રોકાવાની જગ્યાએ એક સાથે ખુબજ મોટી સંખ્યામાં બીજા ઝુંડ સાથે રોકાયેલા જોવા મળે છે. તેઓ પ્રવાસ દરમ્યાન બીજી પ્રજાતિના કુંજની ભેગા પણ પ્રવાસ કરતા હોય છે. ખુબ લાંબા અંતરના પ્રવાસી હોય છે. ઉડતા હોય ત્યારે થોડા થોડા સમયે બોલતા હોય છે જેનો અવાજ સાંભળીને તેઓ તરફ ધ્યાન જાય છે.

whtasaap 12 સારસના કૂલનું પક્ષી કુંજનું નાટ્યાત્મક અને સુંદર નૃત્ય પ્રદર્શન
મોટા કદ અને બુલંદ અવાજના કારણે શિયાળામાં તેમની હાજરી ધ્યાન ખેંચે છે. શિયાળનું મુલાકાતી અને વ્યાપક પક્ષી છે. આખી બપોર એક પગે ઉભા રહી, ડોક પીઠ ઉપર ઢાળી આરામ કરે છે અને તેવા સ્થળોએ ઉભા ઉભા રાતવાસો કરે છે. ચણતાં હોય અને થોડોક પણ ભય દેખાય એટલે ડોક સહેજ લંબાવી, સાવધાન થઇ ઉડવાની તૈયારી કરી લે છે અને તેવા સમયે ધીમે ધીમે અવાજ કરે છે અને સાથીદારોને જાગૃત કરે છે. મનુષ્ય માટે તેમનો શિકાર કરવો અઘરો હોય છે. જ્યાં તેઓને પરેશાની નથી લાગતી ત્યાં નિશ્ચિંન્ત થઇ ચણવાનું કામ ચાલુ રાખે છે.

whtasaap 13 સારસના કૂલનું પક્ષી કુંજનું નાટ્યાત્મક અને સુંદર નૃત્ય પ્રદર્શન
ભલે તે યાયાવર પરદેશી પક્ષી હોય પણ સાહિત્યમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. ગુજરાત અને રાજસ્થાનના લોક સંગીત અને ગીતોમાં નવોઢા માટે ગવાતા ગીતોમાં અને સાહિત્યમાં તેમનો ખાસ ઉલ્લેખ જોવા મળે છે. ગીતમાં નવોઢા ગાય છે કે પતિદેવ ઘરે વહેલા પધારજો. જર્મની દેશમાં કલામાં અને લોકસાહિત્યમાં તેનો ઘણો ઉપયોગ થતો જોવા મળે છે.

whtasaap 14 સારસના કૂલનું પક્ષી કુંજનું નાટ્યાત્મક અને સુંદર નૃત્ય પ્રદર્શન
નૃત્ય કરવાના ભારે શોખીન અને વિવિધ રીતે નૃત્ય કરતા જોવા મળે. વર્ષના કોઈ પણ સમયે તે નૃત્ય કરતા હોય છે. ક્યારેક હવામાં લીલી ડાળી ઉડાડીને, જુદી જુદી રીતે નમીને, રોકાઈને, પીંછા ઉલાળીને વગેરે. પ્રજનન માટે નર કુંજ માદા કુંજ માટે કવાયત કરીને માદાને રીઝવે છે. તેવા સમયે માદા મસ્તક ઊંચું રાખીને અને ત્યાર બાદ મસ્તક નીચું કરી, કવાયત કરી નરને આહવાન આપે છે. આખું નૃત્ય નાટયાત્મક લાગે છે. તેઓની ચાલ પણ નયનરમ્ય અને મનોહર હોય છે જે ધીમે ડગલે ચાલે છે.

whtasaap 15 સારસના કૂલનું પક્ષી કુંજનું નાટ્યાત્મક અને સુંદર નૃત્ય પ્રદર્શન
તેઓની ઉડવાની કાબેલિયત ભારે છે. તેઓ ૩૩૦૦૦ ફૂટની/ ૧૦૦૦૦ મીટર ઊંચાઇએથી પ્રવાસી પક્ષી તરીકે ઉડીને જતા જોવા મળે છે. ઉંડાણ દરમ્યાન તેઓ સૂર્યોદય પછી વધારે ખોરાક ખાય છે અને સાંજ પડતા પડતા તેમનો ખોરાક ઓછો કરી દે છે. ખોરાકમાં જીવડાં, વનસ્પતિની કૂણી કૂંપળો તેમજ તેના કૂણાં મૂળિયાં ખાય અને જીવાત પણ ખાઈ લે છે. ખેતી માટે રોપેલી અને જમીનમાં છેવટે રહી ગયેલી સીંગ પણ જમીન ખોદી ખોદીને ખાઈ લે છે. ઘઉં, ચણા જેવા ઉભા પાકને ખાઈ ખેડૂતને નુકશાન કરે છે. ખેતરમાં સાગમટે ઉતરે છે અને પછી જુદી જુદી જગ્યાએ ફેલાઈ જાય છે. ખાસ કરીને પાણી હોય તેની નજીકની જગ્યાએ ખોરાક માટે ઉતરે છે.

whtasaap 16 સારસના કૂલનું પક્ષી કુંજનું નાટ્યાત્મક અને સુંદર નૃત્ય પ્રદર્શન
શિયાળાની ઋતુના યાયાવર મહેમાનના ઝુંડ જે તે જગ્યાએ આવી જતા હોય છે. તેમનું જૂથ જેટલું મોટું તેટલી લાંબી હરોળ આકાશમાં જોવા મળે અને બસ ઉડ્યાંજ કરે, ઉડ્યાંજ કરે અને ભેગા મળી આકાશને ભૌમિતિક રેખાઓથી ભરી દે છે જે જોવાનો નઝારો અલૌકિક હોય છે. શહેરી લોકોને પણ આકાશમાં ઉડતા જોવા મળી જાય છે પરંતુ તેમનો અવાજ સાંભળવા તેમને જવલ્લેજ મળ્યો હોય છે.

whtasaap 17 સારસના કૂલનું પક્ષી કુંજનું નાટ્યાત્મક અને સુંદર નૃત્ય પ્રદર્શન
શિયાળો બેસતા પહેલા તેઓ અહીં આવી જાય છે. તેમનું કદ અને બુલંદ અવાજના લીધે તેમને માંણવા ગમે છે. યુરોપ, રશિયા, સાઈબેરિયા, યુક્રેઈન જેવા સ્થળેથી તેમના આકરા શિયાળાની શરૂઆતમાં તેઓ ભારતમાં પોતાના કાયમી વિસ્તારમાં શિયાળો ગાળવા આવી જાય છે. ૨૦૦ વર્ષ પહેલા યુરોપમાંથી તેઓ નામશેષ થઇ ગયા હતા પરંતુ હવે તેઓ પાછા આવવા માંડ્યા છે જ્યારે ઈંગ્લેન્ડમાં તેમને વસાવવામાં આવી રહયા છે. ભારત, બર્મા, થાઈલેન્ડ, વિએટનામ, પૂર્વ ચીન વગેરે પ્રદેશમાં શિયાળામા આવી જાય છે. ચીનમાંથી પ્રવાસ કરી શિયાળામાં ક્યારેક જાપાનમાં તેમજ કોરિયામાં પણ આવે છે.

whtasaap 18 સારસના કૂલનું પક્ષી કુંજનું નાટ્યાત્મક અને સુંદર નૃત્ય પ્રદર્શન
રશિયામાં એક સાથે અને એકજ જગ્યાએ ૧,૦૦,૦૦૦ થી પણ વધારેની સંખ્યામાં તેઓ જોવા મળે છે. પોતાના ઠંડા પ્રદેશમાં પોતાના વતનમાં તેઓ ઈંડા મૂકે છે. સામાન્ય રીતે તેવા પ્રદેશમાં ગરમીની ઋતુના મેં મહિનામાં તેઓ ઈંડા મૂકે છે. મધ્ય યુરેસિયા, કાળો સમુદ્ર, ઉત્તર ચીન વગેરે દેશમાં ઈંડા મૂકે છે. તેઓ બે ઈંડા મૂકે છે અને ક્યારેક્જ એક ઈંડુ મૂકે છે અને તેવી રીતે ત્રણ કે ચાર ઈંડા મૂક્યાની નોંધ પણ છે. એક ઈંડુ મુક્યાના પખવાડિયામાં બીજું ઈંડુ મૂકે જેને મુખ્યત્વે માદા કુંજ સેવે છે અને ક્યારેક નર કુંજ પણ સેવે છે.

ઈંડા મુક્તિ વખતે તેઓની એક ખાસિયત છે કે પોતાના શરીરને ભીની માટીથી લેપ કરી રંગી નાખે છે જેથી તેઓ જલદી દેખાઈ ન જાય અને માટીના રંગમાં તેમનો તેમના માળા પાસે રંગ ભળી જાય. તેમના ઈંડાનો રંગ પણ માટીના લેપ જેવો હોય છે. તેઓ જે પ્રદેશમાં ઈંડા મૂકે તે ખુબજ મોટો વિસ્તાર હોય છે. ૫ થી ૧૨૦૦ એકર જમીનમાં એક સાથે તેઓની ઈંડા મુકવાની વિશાળ જગ્યા હોય છે. વરસો વરસ એકજ જગ્યાને તેઓ ઈંડા મુકવા માટે પસંદ કરે છે.

ઈંડા મુકવા માટે છીછરા પાણી, વેટલેન્ડ/ નીચા વિસ્તાર જ્યા હંમેશા વરસાદી પાણી ભેગું થાય છે, વનસ્પતિથી ઘટાદાર કિનારા વગેરે તેઓને વધારે માફક આવે છે. ઈંડા મુકવાની જગ્યા નક્કી કરતા તેઓ નજીકમાં પાણીનો સ્તોત્ર હોય તેવો અને શાંત વિસ્તાર પસંદ કરે છે જ્યા માનવીની ખલેલ ન હોય.
ઈંડા માટે માનવીનો ભય દેખાય તેવા સમયે બંને માં બાપ જુદી જુદી દિશામાં માનવીનું ધ્યાન ભટકાવે છે અને જો કુતરા જેવું પ્રાણી ઈંડાનો શિકાર કરવા આવી ચઢે તો બંને માબાપ ભેગા મળી કુતરા ઉપર હુમલો કરી દે છે. ગરુડ અને ગીધ જેવા શિકારી પક્ષી તેમના ઈંડા કે બચ્ચા ઉપાડી જતા હોય છે.

Common Crane,કુંજ

ત્રણ થી છ વર્ષની ઉંમર કુંજ માટે પ્રજનન કરવા માટે પાકટ ઉંમર ગણાય છે. ૨૪ કલાકના થઇ જાય પછી તેમના માબાપ સાથે દોડી શકે છે અને લગભગ ૯ અઠવાડિયાની ઉંમર પછી ટૂંકા અંતરનું ઉડતા થાય છે.
ઈંડા મૂકી દીધા બાદ કુંજ પીંછા ખંખેરી બદલી નાખે છે અને તેવા સમયે ૫ થી ૬ અઠવાડિયા માટે તેઓ ઉડી શકતા નથી અને ત્યારબાદ માબાપ અને બચ્ચા સાથે ઉડતા થાય છે અને શિયાળાની લાંબી ઉંડાણ ભરવા માટે તૈયાર થઇ જાય છે. સામાન્ય રીતે ૩૦ થી ૪૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે.
૨૦૧૪ ના એક અભ્યાસ મુજબ તેઓની સંખ્યા ૬,૦૦,૦૦૦ જેટલી છે. ખાસ કરીને રશિયા અને ઉત્તર યુરોપમાં/ સેકડિનેવિયન દેશોમાં સંખ્યા ખુબ સારી છે. હાલ તેમની સંખ્યા સામે ભય નથી. શહેરી વિસ્તાર, ખેતી વગેરે માટે જમીન ની માંગ વધતી જાય છે અને તેવા કારણોસર તેમની વસાહત માટેની જગ્યાઓ ઘટતી જાય છે અને તે તેમના ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે.

(ફોટોગ્રાફ: શ્રી જીતેન શાહ અને શ્રી સેજલ શાહ ડેનિયલ. વિડિઓ: શ્રી સેજલ શાહ ડેનિયલ)

@જગત કીનખાબવાલા (સ્પેરો મેન )
આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ. સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ. સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો Love – Learn – Conserve

ફરી કુદરતના ખોળે / આ પક્ષીનું નામ ‘અમનદાવા’ અમદાવાદ નામ ઉપરથી પડ્યું છે – લાલ મુનિયા
ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!