Not Set/ બિનસચિવાલય/ વોરાજીએ વાટ્યો ભાંગરો! સરકાર અને આસિત વોરાનાં નિવેદનમાં નથી સામ્યતા

બિનસચિવાલયય મામલે અસિત વોરાએ પ્રેસ કોન્ફરન્સ તો કરી પરંતુ તેમને આ મામલામાં જરા પણ માહિતી ન હોય તેવુ લાગ્યું છતા તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અસિત વોરાએ બિનસચિવાલય પરીક્ષાના કેન્દ્રોની સંખ્યા 34000 ગણાવી હતી. જો કે, સત્ય એ છે કે, પરીક્ષાના કેન્દ્રોની સંખ્યા 3134 હતી. પરંતુ આ મામલે વોરાજીએ ભાંગરો વાટ્યો હતો. આ કૌભાંડ પર […]

Uncategorized
બિનસચિવાલય/ વોરાજીએ વાટ્યો ભાંગરો! સરકાર અને આસિત વોરાનાં નિવેદનમાં નથી સામ્યતા

બિનસચિવાલયય મામલે અસિત વોરાએ પ્રેસ કોન્ફરન્સ તો કરી પરંતુ તેમને આ મામલામાં જરા પણ માહિતી ન હોય તેવુ લાગ્યું છતા તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. અસિત વોરાએ બિનસચિવાલય પરીક્ષાના કેન્દ્રોની સંખ્યા 34000 ગણાવી હતી. જો કે, સત્ય એ છે કે, પરીક્ષાના કેન્દ્રોની સંખ્યા 3134 હતી. પરંતુ આ મામલે વોરાજીએ ભાંગરો વાટ્યો હતો. આ કૌભાંડ પર અસિત વોરાએ જે નિવેદન આપ્યું હતું તેમા સરકાર અને તેમના નિવેદનમાં કોઇ સામ્યતા પણ જોવા મળી ન હતી.

જી હા, GSSSBના અધ્યક્ષ અસિત વોરે પોતાનાં નિવેદનમાં જણાવ્યું હતું કે, ગેરરીતિને લઈને મોટા નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.  બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિનાં મામલે ગૃહમંત્રી અને અસિતવોરા વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. કોંગ્રેસના આક્ષેપો પર જવાબ આપતા અસિત વોરા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, CCTV મામલે તપાસ કરવામાં આવશે. કસુરવારો તમામ સામે કડક પગલા લેવામાં આવશે. પરીક્ષામાં ચોરીની તપાસ કરાવીશું, 25,000 થી વધુની ભરતી ગૌણ સેવા દ્વારા કરાઈ છે.

પૂર્વે પણ વિદ્યાર્થીઓની ફરિયાદ મામલે તપાસ અર્થે સંચાલકોને બોલાવી ઉલટ તપાસ કરી છે. મોબાઈલ જ્યાંથી પકડાયા છે તેમના મોબાઈલ જમા લીધા છે. 11 વાગ્યે પેપર લીક થયું, તેની માહિતી અમારી પાસે નથી. જુદી જુદી 11  પરિક્ષાઓમાં ગેરરીતિ સામે આવી છે. આ રાજ્યનાં એક જિલ્લાનો પ્રશ્ન નથી, સમગ્ર રાજ્યનો પ્રશ્ન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.