Not Set/ ઉત્તર કોરિયાએ જાપાનના સમુદ્રમાં મિસાઇલ પરિક્ષણ કરતાં ખળભળાટ,જાણો વિગત

આ પરિક્ષણ ગુરુવારે સવારે કરવામાં આવ્યો છે. આ વર્ષે ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલું આ છઠ્ઠું મિસાઈલ પરીક્ષણ છે.

Top Stories India
japan ઉત્તર કોરિયાએ જાપાનના સમુદ્રમાં મિસાઇલ પરિક્ષણ કરતાં ખળભળાટ,જાણો વિગત

ઉત્તર કોરિયાએ ફરી એકવાર જાપાનના સમુદ્રમાં મિસાઈલ પરીક્ષણ કર્યું છે. આ પરિક્ષણ ગુરુવારે સવારે કરવામાં આવ્યો છે. આ વર્ષે ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલું આ છઠ્ઠું મિસાઈલ પરીક્ષણ છે. આ વર્ષની શરૂઆતમાં ઉત્તર કોરિયાએ આ વર્ષનું પહેલું પરીક્ષણ 6 જાન્યુઆરીએ કર્યું હતું અને ત્યારબાદ 11 જાન્યુઆરીએ તેણે બેલેસ્ટિક મિસાઈલનું પણ પરીક્ષણ કર્યું હતું, જ્યારે 17 જાન્યુઆરીએ છેલ્લી બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રને ઉત્તર કોરિયા પર પ્રતિબંધ લાદવાની અપીલ કરી હતી, પરંતુ ચીન અને રશિયાએ તેના પ્રયાસોને રોકી દીધા  મીડિયા અહેવાલો અનુસાર, દક્ષિણ કોરિયા અને અમેરિકાના ગુપ્તચર અધિકારીઓ આ પ્રક્ષેપણનું વિશ્લેષણ કરી રહ્યા છે, પરંતુ તેઓએ વિગતો આપી નથી.

ઉત્તર કોરિયાએ છ દિવસ પહેલા પણ મિસાઈલ પરીક્ષણ કર્યું હતું, જ્યારે તેણે 5 જાન્યુઆરીએ મિસાઈલ પરીક્ષણ કર્યું ત્યારે તેને હાઈપરસોનિક મિસાઈલ પરીક્ષણ કહેવામાં આવ્યું હતું, પરંતુ દક્ષિણ કોરિયાએ આ વાત સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ હવે દક્ષિણ કોરિયાની સૈન્યએ પુષ્ટિ કરી છે કે ઉત્તર કોરિયા હાઇપરસોનિક મિસાઇલ છોડવામાં સક્ષમ છે

યુએસએ ગયા અઠવાડિયે મિસાઇલ પ્રક્ષેપણ પર એકપક્ષીય પ્રતિબંધો લાદ્યા હતા. આ હેઠળ રશિયા અને ચીન પાસેથી પરીક્ષણ કાર્યક્રમો માટે સામગ્રી ખરીદવાનો આરોપ લગાવીને છ ઉત્તર કોરિયાના નાગરિકો, એક રશિયન અને એક રશિયન પેઢીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી.

ઉત્તર કોરિયા આવા મિસાઈલ પરીક્ષણો કરીને અમેરિકાને ખુલ્લો પડકાર ફેંકી રહ્યું છે. વાસ્તવમાં અમેરિકા ઉત્તર કોરિયા પર અનેક પ્રતિબંધો લગાવવાની કોશિશ કરી રહ્યું છે, સાથે જ પરમાણુ કાર્યક્રમને રોકવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. હવે ઉત્તર કોરિયાએ આવા પરીક્ષણથી સ્પષ્ટ કરી દીધું છે કે તે અમેરિકી પ્રતિબંધોથી દબાવવાનું નથી.