nostradamus-predictions/ શું વિનાશકારી યુદ્ધ છેડાવાનું છે? દુનિયામાં થશે ભયાનક તબાહી…નોસ્ત્રાદેમસની આ બંને ભવિષ્યવાણીઓ પડી સાચી!

નોસ્ત્રાદેમસની વર્ષ 2026 (Nostradamus 2026) અંગેની કરવામાં આવેલી બે ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. તો જાણીએ આખરે કઈ ભવિષ્યવાણીઓ સાચી…

Dharma & Bhakti Religious Rashifal
Nostradamus 2026 ના વર્ષની shocking આગાહીઓ પડી સાચી...Terrifying યુદ્ધના એંધાણ!

Nostradamus Predictions: નોસ્ત્રાદેમસ એમની ભવિષ્યવાણીઓ માટે આખી દુનિયામાં વિખ્યાત છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નોસ્ત્રાદેમસની વર્ષ 2026 (Nostradamus 2026) અંગેની કરવામાં આવેલી બે ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. ફ્રાન્સના મશહૂર ભવિષ્યવેત્તા માઈકલ દ નોસ્ત્રાદેમસ (Michael de Nostradamus)ની આગાહીઓ પર સમગ્ર વિશ્વ વિશ્વાસ કરે છે. એમણે પોતાની ભવિષ્યવાણીમાં વર્ષ 2026 (Year 2026 Predictions)ને માનવ ઈતિહાસનું સૌથી ભયાનક વર્ષ ગણાવ્યું હતુ.

કોણ હતા નોસ્ત્રાદેમસ? 

ફ્રાન્સ (France)ના રહીશ એવા નોસ્ત્રાદેમસનો જન્મ 14 ડિસેમ્બર, 1503 (14 December 1503)માં થયો હતો. દેશના નાનકડા ગામ ‘રેમી’ માં જન્મેલી નોસ્ત્રાદેમસે ઘણી જ નાની ઉંમરમાં જ ભવિષ્યવાણીઓ કરવાનું શરુ કર્યુ હતુ. વ્યવસાયે એ એક ડૉક્ટર અને શિક્ષક હતા. સદીઓ બાદ પણ લોકો એમની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરે છે. એમણે વર્ષ 1566માં દુનિયામાંથી વિદાય લીધી હતી.

Nostradamus 2026 Predictions- Third World War
Nostradamus 2026 Predictions- Third World War

નોસ્ત્રાદેમસે એમ પણ કહેલું કે વર્ષ 2026માં ત્રીજુ વિશ્વયુદ્ધ (Third World War) શરુ થઈ શકે છે. આ યુદ્ધ દુનિયા માટે અત્યંત ખતરનાક અને વિનાશકારી હોઈ શકે છે. એમણે એવી આશંકા પણ દર્શાવી હતી કે ધર્મ અને રાષ્ટ્રવાદના નામે હિંસા (Religion and Nationalism Violence) ભડકી શકે છે. હવે એવું કહેવાય છે કે નોસ્ત્રાદેમસની બે મોટી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ ચૂકી છે. તો જાણીએ કે આખરે એમની કઈ ભવિષ્યવાણીઓ સાચી પડી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે?

આ જ કારણ છે કે, સાંપ્રત સંજોગો જોતા ફ્રાન્સના વિશ્વપ્રસિદ્ધ ભવિષ્યવેત્તા નોસ્ત્રાદેમસની અનેક શતક અગાઉની ભવિષ્યવાણીઓ (Prediction) ફરીથી એક વાર સુર્ખીઓમાં આવી ગઇ છે! સોશિયલ મીડિયા (Social Media) પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નોસ્ત્રાદેમસે વર્ષ 2026 અંગે અનેક ડરામણા સંકેતો આ પહેલા પણ આપેલા છે પરંતુ પ્રશ્ન એ છે કે, આખરે એ સંકેતો છે શું? તો ચાલો જાણીએ નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણી વિશે વિસ્તૃત રીતે…

નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણીઓ (Nostradamus 2026 Predictions)

નોસ્ત્રાદેમસની બે મોટી ભવિષ્યવાણીઓ (Nostradamus 2026 Predictions) સાચી સાબિત થઈ ચૂકી છે. તો જાણીએ કે આખરે એમની કઈ ભવિષ્યવાણીઓ સાચી પડી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે?

Nostradamus 2026 Predictions- Strait of Hormuz
Nostradamus 2026 Predictions- Strait of Hormuz

1. સમુદ્રી માર્ગો પર તણાવ વધી શકે છે

નોસ્ત્રાદેમસે પોતાની ભવિષ્યવાણીઓમાં કહેલું કે યુદ્ધની અસર સમુદ્રી માર્ગો પર પડશે. એમના કહેવા મુજબ, કોઈ એક દેશની ભૂલથી સમુદ્રી જળમાર્ગો પર તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે. હોર્મુસ જળડમરુ મધ્ય (Strait of Hormuz) ફારસની ખાડી અને ઓમાનની ખાડીને જોડતો દુનિયાનો સૌથી મહત્વપૂર્ણ અને રણનૈતિક સમુદ્રી માર્ગ છે. અમેરિકા અને ઈરાનમાં હાલ ચાલી રહેલા તણાવના કારણે આ માર્ગ પ્રભાવિત થયો છે. જેને કારણે આખી દુનિયા પર તેલનું સંકટ છવાયેલું છે!

Nostradamus 2026 Predictions- Economic Crises
Nostradamus 2026 Predictions- Economic Crises

2. દુનિયા પર છવાઈ શકે છે આર્થિક સંકટ

નોસ્ત્રાદેમસે પોતાની એક ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે અમેરિકા અને બ્રિટન જેવા દેશોને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. આનાથી આખી દુનિયા પ્રભાવિત થશે અને દુનિયાને મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે. સમુદ્રી માર્ગો અને બંદરો પર તણાવના કારણો ખાદ્ય પદાર્થો સહિત અનેક ચીજવસ્તુઓનો સપ્લાય અવરોધિત થશે જેથી એની કિંમત વધશે. આર્થિક દબાણના કારણે દુનિયાની અનેક રાજનૈતિક પાર્ટીઓ અને પ્રભાવશાળી નેતાઓનું પતન થઈ શકે છે. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નોસ્ત્રાદેમસની સમુદ્રી માર્ગો પર તણાવ અને દુનિયામાં આર્થિક સંકટની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.

Nostradamus 2026 Predictions- Murder of A world leader during war
Nostradamus 2026 Predictions- Murder of A world leader during war

3. લોકપ્રિય નેતાની હત્યા થઈ શકે છે

નોસ્ત્રાદેમસે પોતાની ભવિષ્યવાણીમાં એવો દાવો પણ કર્યો છે કે વર્ષ 2026માં દુનિયામાં કોઈ મોટા અને લોકપ્રિય નેતાની હત્યા (Murder) શકે છે. આ કારણે એ દેશમાં સત્તા પરિવર્તન થઈ શકે છે.

Nostradamus 2026 Predictions- Terrifying War lasts for 7 months
Nostradamus 2026 Predictions- Terrifying War lasts for 7 months

4. શરુ થશે ભયાનક યુદ્ધ

નોસ્ત્રાદેમસે કહ્યું હતું કે વર્ષ 2026માં ભયાનક યુદ્ધની શરુઆત થશે જે સાત મહીના સુધી ચાલશે. એમણે એવો દાવો પણ કર્યો છે કે આ વર્ષે ત્રીજું વિશ્વયુદ્ધ પણ શરુ થઈ શકે છે. એમની આગાહી મુજબ એવા સંજોગો ઉત્પન્ન થશે કે ત્રીજા વિશ્વયુદ્ધને થતા કોઈ રોકી નહિં શકે! એમનું કહેવું છે કે ધર્મની નામે ચારેકોર હિંસા થશે. માણસ જ માણસનો દુશ્મન બનશે જેથી માનવ સભ્યતા (Human Civilization) નું વિનાશ તરફ પતન થઈ શકે છે. મહાસાગરમાં વિશાળ જહાજ ડૂબશે અને વિનાશકારી યુદ્ધ શરુ થશે!

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો:

આ પણ વાંચો: નોસ્ત્રાદેમસની આગાહી… 2026 તબાહીનું વર્ષ…નવું વર્ષ શરુ થતા પહેલા જાણો દુનિયાનું ભવિષ્ય…!

આ પણ વાંચો: નોસ્ત્રાદેમસની એક ભવિષ્યવાણીથી દુનિયાભરમાં ખળભળાટ…વર્ષ 2025નો અંત ભયંકર થઇ શકે છે!