Not Set/ PAN અને આધાર કાર્ડની જાણકારી ન આપી તો ગુમાવવી પડશે 20 ટકા કમાણી

જો કર્મચારી તેના એમ્પ્લોયરને પાન અથવા આધારની માહિતી આપતા નથી, તો આવા કર્મચારીએ આવકનાં 20 ટકાથી વધુ રકમ ટેક્સનાં રૂપે સરકારને ચુકવવી પડી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ કર્મચારી પગાર પર ટેક્સ ડિડક્શન એટ સોર્સ (ટીડીએસ) પર કપાત […]

Business
PAN AADHAR Details PAN અને આધાર કાર્ડની જાણકારી ન આપી તો ગુમાવવી પડશે 20 ટકા કમાણી

જો કર્મચારી તેના એમ્પ્લોયરને પાન અથવા આધારની માહિતી આપતા નથી, તો આવા કર્મચારીએ આવકનાં 20 ટકાથી વધુ રકમ ટેક્સનાં રૂપે સરકારને ચુકવવી પડી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ કર્મચારી પગાર પર ટેક્સ ડિડક્શન એટ સોર્સ (ટીડીએસ) પર કપાત માટે એમ્પ્લોયરને તેના પાન અથવા આધારની જાણ ન કરે તો, તે પરિસ્થિતિમાં શું થશે. સીબીડીટીએ પરિપત્રમાં જણાવ્યું છે કે, આવકવેરા કાયદાની કલમ 206AA હેઠળ, કર કપાતપાત્ર છે તે રકમ મેળવવા માટે કર્મચારીઓને પાન અથવા આધાર માહિતી આપવી ફરજિયાત છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, એક્ટમાં હાજર કલમ ​​206AA હેઠળ કર્મચારીને પાન અને આધાક નંબરની જાણકારી આપવી તે સ્થિતિમાં ફરજિયાત છે, જ્યારે તેની આવક પર કર કપાતપાત્ર છે.

માહિતી પ્રદાન ન કરવાના કિસ્સામાં કરની ગણતરી

પરિપત્ર મુજબ કરદાતાઓની જવાબદારી છે કે તેઓ તેમના ટેક્સ કપાત કરનારાઓને સાચા પાન અથવા આધાર નંબરની જાણકારી આપે. જો કર્મચારીઓ તેમ નહીં કરે તો 206AA હેઠળનાં ટીડીએસને ઉંચા દરો પર કાપવામાં આવશે.

સીબીડીટીએ વધુમાં જણાવ્યું છે કે, જો કોઈ કર્મચારી એમ્પ્લોયરને તેના પાન અથવા આધાર નંબર અંગે માહિતી આપતો નથી, તો એમ્પ્લોયરની જવાબદારી છે કે તે વધેલા દરે ટીડીએસ લેશે જે નીચે મુજબ છે:

1) એક્ટની યોગ્ય જોગવાઈમાં દર્શાવેલ દરે,

2) દરો જે લાગુ પડે છે

3) 20 ટકાનાં દરે.

આ ત્રણ કેસોમાં, એમ્પ્લોયર કરની રકમ નક્કી કરશે અને ટીડીએસનાં વધુ દરો લાગુ કરશે.

સીબીડીટી આગળ જણાવે છે કે, જ્યાં કલમ 192 હેઠળ ગણતરી બાદ ટીડીએસ માટે કર્મચારીની આવક કરપાત્ર મર્યાદા કરતા ઓછી છે, ત્યાં કોઈ કર કાપવામાં આવશે નહીં. પરંતુ જ્યાં કર્મચારીની આવક કરપાત્ર મર્યાદા કરતા વધુ હોય છે, ત્યાં ડિડક્ટર કલમ 192 હેઠળ લાગુ દરોનાં આધારે આવકવેરાનાં સરેરાશ દરની ગણતરી કરશે.

જો ગણતરી કર 20 ટકા કરતા ઓછો હોય તો, પછી કરવેરામાં કપાત 20 ટકાનાં દરે કરવામાં આવશે અને જો સરેરાશ દર 20 ટકાથી વધુ હશે તો સરેરાશ દરે ટેક્સ કાપવામાં આવશે.

કોઈ આરોગ્ય કે શિક્ષણનો સેસ નહી લાગે

સીબીડીટીનાં જણાવ્યા અનુસાર, જો કાયદાની કલમ 206AA હેઠળ 20 ટકાનાં દરે વેરો કાપવામાં આવશે, તો આરોગ્ય અને શિક્ષણ સેસ 4 ટકાનાં દરે કાપવામાં આવશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.