Not Set/ રાજ્ય સરકાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ, લગ્ન માટે મહત્તમ 150 વ્યક્તિઓની જ મંજૂરી

દેશમાં ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે ગુજરાતની રૂપાણી સરકાર એલર્ટ મોડમાં આવી ગઇ છે. જણાવી દઇએ કે, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયરૂપાણીનાં અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others
રાજ્ય સરકાર
  • આઠ મનપામાં રાજ્ય સરકાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ
  • નવાં નિયમો આવતીકાલથી 31 જૂલાઈથી 17 ઓગસ્ટ સુધી લાગૂ
  • લગ્ન માટે મહત્તમ 150 વ્યક્તિઓની જ મંજૂરી રહેશે
  • લગ્નપ્રસંગનો સમાવેશ સામાજિક કાર્યક્રમમાં કરાયો નથી
  • રાત્રિકર્ફયૂ દરમિયાન લગ્ન યોજી શકાશે નહીં

દેશમાં ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે ગુજરાતની રૂપાણી સરકાર એલર્ટ મોડમાં આવી ગઇ છે. જણાવી દઇએ કે, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયરૂપાણીનાં અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, રાજ્ય સરકાર દ્વારા આઠ મનપામાં જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જે મુજબ નવા નિયમો આવતીકાલથી એટલે કે 31 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.

11 617 રાજ્ય સરકાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ, લગ્ન માટે મહત્તમ 150 વ્યક્તિઓની જ મંજૂરી

આપને જણાવી દઇએ કે, રાજ્યની આઠ મનપાને ધ્યાનમાં રાખી જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ હવે લગ્ન માટે મહત્તમ 150 લોકોને મંજૂરી આપવામાં આવશે. વળી લગ્નપ્રસંગનો સમાવેશ સામાજિક કાર્યક્રમમાં કરાયો નથી. ઉપરાંત રાત્રિકર્ફયૂ દરમ્યાન લગ્ન યોજી શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તાજેતરમાં જ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુને લઇને મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં રાત્રિ કરફ્યુની સમય મર્યાદા 31 જુલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી હતી. એટલે કે આ 8 મહાનગરોમાં 31 જુલાઈથી રાત્રિના 11થી સવારના 6 વાગ્યા સુધીનો કરફ્યુ રહેશે એવો નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો – GSEB / આવતીકાલે સવારે 8 વાગે ગુજ.બોર્ડ ધો.12 સામાન્યપ્રવાહનું પરિણામ,સવારે 8 વાગે વેબસાઇટ પર મુકાશે

11 619 રાજ્ય સરકાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ, લગ્ન માટે મહત્તમ 150 વ્યક્તિઓની જ મંજૂરી

  • રાજકીય,સામાજિક,શૈક્ષણિક કાર્યક્રમોમાં મહત્તમ 400 લોકોને મંજૂરી
  • રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રખાશે
  • બાગબગીચા રાત્રે 9 સુધી નિયમ પ્રમાણે ચાલુ રહેશે
  • અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ 40 વ્યક્તિઓને મંજૂરી
  • જગ્યાની ક્ષમતાનાં 50 ટકાની મર્યાદામાં વ્યકિત લઇ શકશે ભાગ
  • ધો.9 થી પોસ્ટ ગ્રેજયુએશન કોર્ષ સુધી કોચિંગ સેન્ટર-ટયુશન કલાસને મંજૂરી
  • સિનેમા,થિયેટરો,મનોરંજક સ્થળો 60 ટકા કેપેસીટી સાથે ચાલુ રખાશે
  • સ્પા સેન્ટરો બંધ રાખવામાં આવશે
  • કોવિડ ગાઇડલાઇન SOPનું ચુંસ્તપણે પાલન કરવામાં આવશે

11 618 રાજ્ય સરકાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ, લગ્ન માટે મહત્તમ 150 વ્યક્તિઓની જ મંજૂરી

આ પણ વાંચો – છેતરપીંડી / ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવાના બહાને છેતરપીંડી કરનાર આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ ટીમ

ગુજરાતમાં રાજકીય, સામાજિક, શૈક્ષણિક કાર્યક્રમોમાં હવે મહત્તમ 400 લોકોને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી 31 જુલાઈથી વધારીને 17 ઓગસ્ટ સુધી લાગૂ કરવામાં આવી છે. ત્રીજી લહેરની આશંકા વચ્ચે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નવા નિયમ મુજબ રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રખાશે. બાગ બગીચાઓ રાત્રે 9 સુધી નિયમ પ્રમાણે ચાલુ રહેશે. અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ 40 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી બંધ રહેલા સિનેમા, થિયેટરો, મનોરંજક સ્થળો હવે 60 ટકા કેપેસીટી સાથે ચાલુ રખાશે. બીજી તરફ સ્પા સેન્ટરો હજુ પણ ખોલવામાં નહી આવે, તેને બંધ રાખવામાં આવશે. કોવિડ ગાઇડલાઇન SOPનું ચુંસ્તપણે પાલન કરવામાં આવશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…