Tennis/ 9 મી વખત ચેમ્પિયન બન્યા નોવાક જોકોવિચ, જીત્યો ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ

નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં ડેનિયલ મેદવેદેવને હરાવ્યો હતો.

Sports
અલ્પેશ 13 9 મી વખત ચેમ્પિયન બન્યા નોવાક જોકોવિચ, જીત્યો ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ

નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં ડેનિયલ મેદવેદેવને હરાવ્યો હતો. આ જોકોવિચનો 18 મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે, તેમ જ 9 મો ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ છે. ફાઈનલમાં નોવાક મેદવેદેવને સીધા સેટમાં 7-5, 6-2, 6-2થી હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતી લીધો હતો.

Cricket / ઇસ્ટ ઓર વેસ્ટ મોટેરા ઈઝ ધ બેસ્ટ, મહેમાન ખેલાડીઓ મોટેરા પર મોહી પડ્યા, કર્યા ભરપેટ વખાણ

જોકોવિચે પૂરી મેચ દરમિયાન તેના વિરોધી ડેનિયલ મેદવેદેવથી ઘણો આગળ દેખાયો હતો. જોકોવિચે 2019 અને 2020 માં પણ આ ટાઇટલ જીત્યું હતું. એટલે કે, સતત ત્રણ વખત નોવાકે ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે. જોકોવિચે ફરીથી તેની રમતથી પૂરી દુનિયાને બતાવ્યું કે, તે વિશ્વનાં નંબર વન ટેનિસ ખેલાડી કેમ છે. આપને જણાવી દઈએ કે, રશિયન ટેનિસ ખેલાડી ડેનિયલ મેદવેદેવ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો. આ અગાઉ મેદવેદેવ 2019 માં યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો, પરંતુ તેને ત્યાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

Cricket / IPL Auction 2021 માં વિદેશી ખોલાડીઓની રહી બોલબોલા, સૌથી મોંઘા આ 10 ખેલાડીની યાદી

આપને જણાવી દઈએ કે, નોવાક જોકોવિચે વર્ષ 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019 અને 2020 માં પણ આ ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે. જોકોવિચ ટેનિસ ઇતિહાસમાં સૌથી વધુ વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતનાર ખેલાડી છે. રોજર ફેડરર અને રોય ઇમર્સન 6-6 વખત અને આંદ્રે અગાસી, જૈક ક્રોફોર્ડ અને કેન રોઝવેલે 4-4 વખત ખિતાબ જીત્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ