Not Set/ એક અકાઉન્ટ્સથી તમામ બેન્કોમાં લેવડ-દેવડ કરી શકાશે, ક્યારે અને કેવી રીતે મળશે લાભ, જાણો

નવી દિલ્હીઃ ટુંક સમયમાં બેંકના ગ્રાહકોને નવત્તર સેવા મળવા જઇ રહી છે. આવતા દિવસોમાં તમામ બેંકોમાં એક ખાતાથી કામ થઇ શકશે. આનાથી ATMની જેમ જ ખાતુ કોઇપણ બેંકમાં હોવા છતાં તમે અન્ય બેંકમાંથી રૂપિયા ઉપાડ અને જમા પણ કરાવી શકશો. ગ્રાહકોની સુવિધા માટે કેન્દ્ર સરકાર આ બાબત ઉપર વિચાર કરી રહી છે.        નોટબંધી દરમિયાન […]

India Business
666 એક અકાઉન્ટ્સથી તમામ બેન્કોમાં લેવડ-દેવડ કરી શકાશે, ક્યારે અને કેવી રીતે મળશે લાભ, જાણો

નવી દિલ્હીઃ ટુંક સમયમાં બેંકના ગ્રાહકોને નવત્તર સેવા મળવા જઇ રહી છે. આવતા દિવસોમાં તમામ બેંકોમાં એક ખાતાથી કામ થઇ શકશે. આનાથી ATMની જેમ જ ખાતુ કોઇપણ બેંકમાં હોવા છતાં તમે અન્ય બેંકમાંથી રૂપિયા ઉપાડ અને જમા પણ કરાવી શકશો. ગ્રાહકોની સુવિધા માટે કેન્દ્ર સરકાર આ બાબત ઉપર વિચાર કરી રહી છે.

     

 નોટબંધી દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકોમાં એકીકૃત બેન્કીંગ વ્યવસ્થા લાગુ કરવાનુ સુચન આવ્યુ હતુ. સુત્રોના જણાવ્યા પ્રમાણે નીતિ આયોગના એક ટોચના અધિકારીએ આવી સલાહ આપી છે. જે બાબતે નાણા મંત્રાલય પણ સહમત છે. હવે આ બાબતે રિઝર્વ બેંક સાથે ચર્ચા થવાની છે.

      

સુત્રો જણાવે છે કે, મંત્રાલય કોર બેન્કીંગ સોફટવેર (સીબીએસ) જેવા નવા પ્લેટફોર્મ થકી પ્રથમ ચરણમાં આ વ્યવસ્થાને સરકાર બેંકો પર લાગુ કરવા વિચાર કરી રહ્યુ છે. આ બેંકોની દેશમાં ૭ર,૦૦૦થી વધુ શાખાઓ છે.

     

મંત્રાલયનું માનીએ તો આનાથી બેંકોને પણ વધારાની આવક થવાની વાત સુચનમાં જણાવવામાં આવી છે. પહેલા ચરણમાં આ વ્યવસ્થાને લાગુ કરવા પર સરકારની વચ્ચે મંજુરી છે જે તત્કાલિન યુપીએ-ર સરકારમાં આયોજન પંચ દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના એક સુચન પર પણ બની હતી. જો કે બાદમાં આ સુચનને અભેરાઇએ ચડાવી દેવામાં આવ્યુ હતુ.

      

સુત્રોનુ માનીએ તો રિઝર્વ બેંકની મંજુરી મળશે તો સરકાર આ વ્યવસ્થાને તુરંત લાગુ કરશે. આવતા મહિને આવનાર બજેટમાં આ અંગેની જાહેરાત થાય તેવી શકયતા છે.

     

ખાતેદાર પોતાની મુળ બેંકમાંથી નહી પરંતુ દેશભરમાં કોઇપણ બેંકમાંથી લેવડ-દેવડ કરી શકશે. ત્રણ વખત લેવડ-દેવડ નિઃશુલ્ક રખાશે અને ઉપાડની સીમા નક્કી કરવામાં આવશે. આનાથી વધુ વખત લેવડ-દેવડ કરવા પર ચાર્જની વાત છે. આ વ્યવસ્થાથી ઓછી શાખાવાળી બેંકોને ફાયદો થશે કારણ કે આમા ઓછા લોકોના ખાતા હોય છે. સરકાર સરકારી બેંકોમાં આ સુવિધા દાખલ કર્યા પછી તે ખાનગી, પ્રાદેશિક અને ગ્રામીણ બેંકોને પણ તેમાં જોડવાનો પ્રયાસ કરશે.